બાવળા, તા.૨૩
આજે બપોરે પોણા બાર વાગ્યાના સુમારે ગારિયાધારથી બાપુનગર ક્રષ્ણનગર જતી બસને બાવળાથી બગોદરા તરફ જતી ઇંટો ભરેલી ટ્રકે અથડાતા બસને ટક્કર મારતા બસ હોટલ નજીક બે પ૯ટી ખાઈ ઉધી વળી જતા બસમાં મુસાફરી કરી રેહલ મહિલા, બાળકો અને પુરુષોને નાની મોટી ઇજા થવા પામી હતી જ્યારે ટ્રકના ડાઈવરને ગંભીર ઇજા થવા પામી હતી જ્યારે તેની બાજુમાં બેઠલ યુવકની ઓળખ થવા પામી ન હતી જ્યારે અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ સબ ઇન્સપેકટર ગોહીલ અને એસટી સ્ટાફ જરૂરી વાહન અને ફ્રેઇન સાથે પહોચી ઈજા પામનાર ને દવાખાને મોકલી આપ્યા હતા. ઈજા પામનારાઓમાં જયેશ વિરમભાઇ પઢ૨ ધાંગધા ટ્રક ડ્રાઇવર / જીલ પારેખ (ઉ.વ.૭) નરોડા / નીલ પારેખ (ઉ.વ.૧પ) નરોડા/’જીતેશ સોની (ઉ.વ.૧ર) અમદાવાદ / રાજુબેન લક્ષમણભાઇ (ઉ.વ.૪૫) અમદાવાદ/વિશાબેન જયેશભાઇ (ઉ.વ.૧૫) / ખોડસિંહ સરદાર સંગ (ઉ.વ.૨૭) કંડક્ટર / દીપકભાઇ ૨ધુભાઇ (ઉ.વ.૨૫) ગારિયાધાર / પ્રકાશ લક્ષમણભાઇ (ઉ.વ.૨૫)ગારિયાધાર / જ્યશ્રી બેન બીપીનભાઇ / હેતલબેન અલ્પેશભાઇ / કાંતીભાઇ ચતુરભાઇ (ઉ.વ.૬૦) અમદાવાદ / જાવેદભાઈ યુસુફભાઇ / જયેશભાઇ ગોવીંદભાઇ (ઉ.વ.૩પ) અમદાવાદ /લક્ષમણ ભાઇ દેવજી ભાઇ/ ચંદાબેન.બી/ જતન ભાઇ છગન ભાઈ / જી ગનેશ ભાઇ/ સુરેશ ભાઇ માવજી ભાઇ/ ઉવ૪૦/કંચન બેન માવજી ભાઇ ઉવ ર્પ/ માવજીભાઇ છગન ભાઇ ઉ.વ.પર નાઓ ને નાની મોટી ઇજા થતા ૧૦૮ દ્વારા બગોદરા સરકારી દવાખાને સારવાર આપી આઠ ઇજા ગ્રસ્ત ને વધુ સારવાર માટે અમદાવાદ મોકલવાની જરૂર જણાતા ૧૦૮ મારફતે મોકલી આપ્યા હતા.