(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત સમયે તેમની પુત્રી ઈવાન્કા પણ જોડાઈ હતી. પુત્રી ઈવાન્કાએ ભારત યાત્રા સમયે વર્ષ જૂનો ડ્રેસ પહેર્યો હતો. જે ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતની બીજીવાર મુલાકાતે આવેલી ઈવાન્કાએ ર૦૧૯માં આર્જેન્ટીનાની મુલાકાત દરમિયાન પહેરેલો ડ્રેસ રિપીટ કર્યો હતો. લાઈટ બ્લુ એન્ડ રેડ કલરની મીડી ફલોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. જે વર્ષ જૂનો હતો. આ ડ્રેસની કિંમત ભારતીય રૂા. મુજબ ૧,૭૧,૩૩૧ (ર૩૮પ ડોલર) છે તે સમયે તેની હેરસ્ટાઈલ બેબીકટ હતી. ભારતની મુલાકાત સમયે લાંબા વાળ હતા જ્યારે ટ્રમ્પના પત્ની મિલેનિઆ સફેદ સૂટમાં સજ્જ હતા. ઈવાન્કા ટ્રમ્પે વર્ષ પહેલાં પહેરેલો ડ્રેસ પુનઃ પહેરતાં તેને આ ડ્રેસ સાથે ખાસ લગાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.