(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ર૩
સને-ર૦૧૬માં માંગરોળ તાલુકાના હરસણી ગામે સરપંચ સહિત ગ્રામ પંચાયતની બોડી માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બે પેનલો મેદાનમાં ઊતરી હતી.
પરિણામ પ્રસિદ્ધ થતાં સુરેખાબેન નિતેષભાઈ વસાવાનો સરપંચ પદે વિજય થયો હતો જ્યારે અન્ય પેનલના સરપંચનો પરાજય થતા જીતેલા સરપંચ અને એમના પરિવારજનો તથા ટેકેદારો વચ્ચે પરાજીત પેનલના સભ્યો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ જીતેલા મહિલા સરપંચના પતિ નિતેષ મનહર વસાવા દ્વારા અરજીમાં કરવામાં આવ્યો છે. આ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી. આખરે રર-પ-ર૦૧૮ના સુરતના રેન્જ આઈ.જી.ને અરજી આપી ન્યાય માટે માંગ કરી છે.