અમરેલી,તા.૪
વડિયામાં માતા-પિતા અને બહેનના અગાઉ દાઝી જઈ મોત થયેલ હોઈ તેનો આઘાત સહન ન થતા એકલવાયું જીવન જીવતા યુવાને કંટાળી તેના માતા-પિતા અને બહેનની જેમજ જાતેજ દાઝી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર વડીયામાં ખેતાણી સ્કૂલ પાસે સુરંગપર વિસ્તારમાં રહેતો સાજીશ ઉર્ફે કાનાભાઇ ભરતભાઈ વૈદ્ય (ઉ.વ.૪૨)એ ગઈકાલે જન્માષ્ટમીના દિવસે પોતાના ઘરે શરીરે કેરોસીન છાટી જાત જલાવી આપઘાત કરી લીધો હતો. મરણજનાર સાજીશના માતા-પિતા અને બહેન અગાઉ દાજીને મોતને ભેટેલ હોઈ અને ત્યારબાદ સાજિસ એકલો રહેતો હોઈ અને માતા-પિતા બહેનનો આઘાત સહન ન થતો હોઈ અને લગ્ન પણ થયા ના હોઈ જેથી એકલવાયા જીવનથી કંટાળી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વડિયા પોલીસમાં ગોપાલભાઇ લલીતભાઇ વૈધજાહેર કરેલ હતું.