મુંબઈ,તા.૧૮
ભારતીય તેજ બોલર બુમરાહે કહ્યુ કે તે તેની બોલિંગના એક્શન પર મળનારી અલગ-અલગ પ્રકારની સલાહ પર ધ્યાન નથી આપતો. કારણકે જે રીતે તે બોલિંગ કરી રહ્યો છે તેમાં સહજ અનુભવે છે. નિષ્ણાંત જેવા કે પાકિસ્તાનના પૂર્વ તેજ બોલર આકિબ જાવેદને લાગે છે કે તેના અજીબ બોલિંગના એક્શનથી તે ઇજાગ્રસ્ત થતો રહે છે.
૨૪ વર્ષીય બુમરાહે કહ્યું, હુ આ વાત પર ધ્યાન નથી આપતો કે નિષ્ણાંત શુ કહી રહ્યા છે. હુ એ વાત પર ધ્યાન રાખું છું કે મને કઇ વસ્તુથી મદદ મળે છે અને હુ મારા શરીર પર પણ ધ્યાન આપવાની કોશિશ કરૂ છુ કે મને પોતાને ફિટ રાખવા મારે શુ કરવું જોઇએ. ક્રિકેટમાં કોઇપણ પરફેક્ટ એક્શન હોતું નથી. મને એક પણ એવો બોલર જણાવો કે જેને ઇજા ન થઇ હોય. હુ તેની પર ધ્યાન આપુ છું કે કઇ રીતે ફિટનેસ લેવલ સુધારી શકાય.
ડેથ ઓવરના નિષ્ણાંત બોલરે કહ્યું કે હાલાતને જોયા વગર આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેને કહ્યું કે ત્યાં હંમેશા બોલ બાઉન્સ થાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં હવે વધારે સ્કોર વાળી મેચ પણ થઇ રહી છે. હુ ફક્ત આગામી મેચ અંગે વિચારીશ.
વધુમાં બુમરાહે કહ્યું , જ્યારે હું ઓસ્ટ્રેલિયા પહોંચી જઇશ તો અંદાજ લગાવીશ કારણકે તમે કઇક એવુ વિચારીને જાઓ અને તે ના મળે તો તેનો કોઇ રસ્તો નથી. ત્યાં જઇશ હાલાત જોઇશ અને તે અનુસાર યોજના બનાવીશ.