(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ જિલ્લાનાં તારાપુરમાં આજે ઈલા પાર્ક સામે કોંગ્રેસનાં રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચાર સભા યોજી હતી,જેમાં તેઓએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.અને જે રીતે જાદુગર પોતાનો જાદુનો ખેલ બતાવતી વખતે લોકોનું ધ્યાન બીજે દોરે છે તે રીતે મોદી પણ મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન વાળવા માટે ખોટે ખોટી વાતો કરી રહ્યા છે,
તારાપુર ખાતે રાહુલ ગાંધી આવી પહોંચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ તેઓને હર્ષની ચિચીયારીઓ સાથે વધાવી લીધા હતા,હેલીકોપ્ટરમાંથી ઉતરી રાહુલ ગાંધી સીધા જનમેદનીની વચ્ચે ગયા હતા.અને લોકો સાથે હાથ મિલાવી અભિવાદન સ્વિકાર્યું હતું,ત્યારબાદ સોજીત્રા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર પુનમભાઈ પટેલ અને ખંભાત બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ખુશમનભાઈ પટેલએ રાહુલ ગાંધીને સાફો અને હાર પહેરાવીને તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રાહુલગાંધીએ જનમેદનીને સંબોધતા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે ગરીબ અને મધ્યમ ખેડુતોની કિંમતી જમીન ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે આપી દીધી અને એજ જમીન થોડા મહિના બાદ ઉદ્યોગપતિઓએ મોંધા ભાવે સરકારી ઉદ્યોગોને વેચાણ આપી દીધી,તેમ છતાં નરેન્દ્ર મોદી આ મુદ્દે એક શબ્દ બોલતા નથી,તેમાં ફાયદો કોને થયો તેવો સવાલ તેઓએ કર્યો હતો,તેમણે કહ્યું હતું કે નોટબંધી સમયે શ્રમિકો અને મધ્યમવર્ગીય લોકો બેંકોની બહાર લાઈનો લગાવી ઉભા હતા, ત્યારે મોટા ઉદ્યોપતિઓ બેંકની પાછળનાં દરવાજેથી બેંકમાં જઈને બેંકની એસીમાં બેઠા હતા,ભારતીય ચોરોનાં કાળા ધનને મોદીએ નોટબંધી બાદ સફેદ કરી દીધા છે,મોદીએ દેશને ગબ્બરસિંહ ટેક્ષ આપ્યો છે, નોટબંધી બાદ અમિત શાહનાં દિકરા જય શાહની કંપની માત્ર ત્રણ માસમાં પચાસ હજારમાંથી ૮૦ કરોડ બનાવી લે છે,અને આ જય શાહ જાદાની કંપની વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કશુ બોલતા નથી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક બાબતે બોલે છે, પરંતુ હવે તેઓ જય શાહનાં મુદ્દે કોઈ પણ શબ્દ ઉચ્ચારતા નથી, તમે આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગો છો કે નહી,તમે ગુજરાતનાં વડાપ્રધાન છો,પ્રજા તમારાં મોઢે સાંભળવા માંગે છે કે તમે ચોકીદાર છે કો ભાગીદાર,
મોદી જયાં જાય છે,ત્યા જુદા જુદા મુદ્દાઓ પર વાત કરે છે ,પાકિસ્તાન,અફધાનિસ્તાન,જમ્મુ કાસ્મીરની વાતો કરે છે,પરંતુ ગુજરાતનાં ભવિષ્ય બાબતે તેઓ કસું બોલતા નથી,મોદી પણ જાદુગર જેવા છે,જેમ કે જયારે જાદુગર પોતાનો જાદુનો ખેલ બતાવે છે ત્યારે તે લોકોનું ધ્યાન બીજે વાળે છે,તે જ રીતે મોદી પણ લોકોનું ધ્યાન બીજે ભટકાવી રહ્યા છે,તેઓ ગુજરાતમાં ખેડુતોનાં પ્રશ્નો,પછાતોની સમસ્યા,પાટીદારોનાં પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ પાટીદારોને કહ્યું કે તમારી મહિલાઓને માર મારવામાં આવ્યો,યુવાઓ પર ગોળીઓ ચલાવવામાં આવી,પરંતુ મોદીજી તમારા ધરે આવ્યા ખરા ,ત્યારબાદ તેઓએ દલીતોને પણ પુછયું કે તમારા પર અત્યાચારો થયા પણ મોદીજી આવ્યા ખરા ,તેમણે કહ્યું હતું કે મોદી ધમંડથી કહે છે કે ગુજરાતમાં ૧૦૦ વર્ષ ભાજપ રાજ કરશે,પરંતુ મોદીજીને હવે સરપ્રાઈઝ મળવા માંડશે,મોદી ૧૦૦ વર્ષ નહી હવે માત્ર ૧૦ દિવસ છે, કોંગ્રેસ યુવાનો,ખેડુતો માટે કામ કરશે.હું ખોટુ નહી બોલું,૧૫ લાખનો વાયદો નહી કરૂ કારણ કે એ જુઠ છે,હું જે સત્ય હશે તેનું વચન આપીશ,અને જે વચન આપીશુ તે પુરૂ કરીશું.