(એજન્સી) કોલકાતા, તા.૧પ
પ.બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકરે ભારતીય મહાગ્રંથો મહાભારત અને રામાયણનો તેમની દૃષ્ટિએ અનુવાદ કરી નવો વિવાદ ઊભો કર્યો છે. રાજ્યપાલ ધાનકરે મહાભારતમાં અર્જુનનું બાણ પરમાણુ શક્તિ ધરાવતું હતું. જ્યારે રામાયણમાં વિમાનનો ઉલ્લેખ છે. તેઓ ૪પમાં ઈસ્ટર્ન સાયન્સ ફેર અને ૧૯મા સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ ફેરના ઉદ્દઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આપણા જૂના પ્રાચીન ગ્રંથોમાં બતાવાયું છે કે, વિમાનની શોધ ૧૯૧૦માં નહીં વર્ષો પૂર્વ ભારતમાં થઈ હતી. ઉડન ખટોલાનો રામાયણમાં ઉલ્લેખ છે. મહાભારતમાં સંજય દીર્ઘદૃષ્ટિથી ધૃતરાષ્ટ્રને યુદ્ધનું જીવંત પ્રસારણ સંભળાવ્યું હતું. અર્જુનના તીરમાં પરમાણુ શક્તિ હતી. વિશ્વએ લાંબા સમય સુધી આ સત્યની અવગણના કરી છે. વૈજ્ઞાનિક સંદીપ ચક્રવર્તીએ કહ્યું કે, મહાભારતના કહેવા મુજબ મન તેજી ગતિથી પ્રવાસ કરે છે. પ્રાચીન ભારતે ઘણો વિકાસ કર્યો છે. પરંતુ રાજ્યપાલ ધાનકર જેવા લોકો પ્રાચીન ભારતની પ્રગતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુરાતત્ત્વવિદ નસસિંગાએ કહ્યું કે, કેન્દ્રની ભાજપની સરકાર દ્વારા નીમેલા રાજ્યપાલે દરેક વસ્તુમાં ભાજપની તરફદારી કરી છે.