(એજન્સી) તા.૮
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જગદીશ કુમારે બુકાનીધારીઓ દ્વારા કરાયેલા હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેમ્પસ પાસે પોતાનું સુરક્ષા કવચ છે અને ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની વાત છે તો તમારે તાત્કાલિક ધોરણે પોલીસ પાસે પહોંચવાની જરુર નથી. પ જાન્યુઆરીની ઘટના અંગે પહેલી વાર ટિપ્પણી કરતાં જેએનયુના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ રહી હતી.
તેમણે કહ્યું કે આપણું કેમ્પસ ડિબેટ, ચર્ચા અને તમામ મુદ્દાઓનો જાતે જ ઉકેલ લાવવા માટે જાણીતું છે. અહીં હિંસા માટે કોઇ સ્થાન જ નથી અને તે કોઈ ઉપાય પણ નથી. આપણા કેમ્પસમાં ફરીવાર બધું સામાન્ય થઇ જાય તે માટે અમે મરણિયા પ્રયાસો કરવા તૈયાર છીએ. અમે અમારા સુરક્ષા તંત્ર દ્વારા તમામ સ્થિતિને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કરીશું.
કેમ્પસ પાસે પોતાની સુરક્ષા વ્યવસ્થા છે. જો અમે વિદ્યાર્થીઓના વલણમાં આક્રમકતાને જોઇશું તો જાતે જ તેને કાબૂમાં લેવા પ્રયાસ કરીશું અને જો નિષ્ફળ રહીશું તો જ પોલીસને બોલાવીશું. તેમણે તમામ વિદ્યાર્થીઓને પાછા કેમ્પસમાં આવી જવા માટે અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે તમામ ઘાયલ વિદ્યાર્થીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આ હિંસા દુર્ભાગ્યપૂર્ણ હતી. હું તમામ વિદ્યાર્થીઓને જણાવી દેવા માગું છું કે તેઓ માટે કેમ્પસ સુરક્ષિત છે અને તેઓ વહેલા તે પહેલાંના ધોરણે કેમ્પસમાં પાછા ફરી જાય. અમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરીવાર શરૂ કરી દીધી છે. સ્થિતિ સામાન્ય થઇ રહી છે. જે પણ થઇ ગયું તેને ખરાબ ભૂતકાળ માનીને ભૂલી જવાની જરૂર છે.
યુનિવર્સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તો પછી પોલીસ પાસે તાત્કાલિક ધોરણે પહોંચવાની જરૂર નથી : ત્નદ્ગેં ફઝ્ર

Recent Comments