નવી દિલ્હી, તા.૮
ઈડીએ ગઈ રાતે ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાની દિલ્હીમાં આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા પછી શનિવારે કોંગ્રેસના એક નેતા જગદીશ શર્માના ઘરે પણ દરોડા પાડ્યા છે. જગદીશ શર્માને રોબર્ટ વાડ્રાના ખાસ માનવામાં આવે છે. તેથી જ જગદીશ શર્માના ઘરે થયેલા દરોડાને પણ વાડ્રા કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે. શુક્રવારે અને શનિવારે દિલ્હી અને બેંગલુરુમાં રોબર્ટ વાડ્રાના અન્ય ઘણાં સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જગદીશ શર્માના ઘરે દરોડા દરમિયાન અમુક દસ્તાવેજ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારપછી ઈડીના ઓફિસર જગદીશ શર્માને પૂછપરછ માટે તેમની સાથે લઈ ગઈ હતી. આ વિશે ખુદ જગદીશ શર્માએ જ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઈડી મને પૂછપરછ માટે તેમની ઓફિસ લઈ જઈ રહી છે.
ઈડીએ શુક્રવારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાની અમુક ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. ઈડીની આ કાર્યવાહી ૧૬ કલાક ચાલી હતી. આ દરોડા રક્ષા સોદામાં અમુક લોકો પાસેથી કથિત રીતે લાંચ લેવાના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકારના દિવસો હવે પૂરા થઈ ગયા છે. વડાપ્રધાન મોદી તધલક અને યોગી આદિત્યનાથ ઔરંગઝેબ જેવો વ્યવહાર કરે છે. નિરંકુશ બાદશાહ પર બાદશાહી એવી ચઢી છે કે તેઓ નિયમ-કાયદો-બંધારણ બધુ પગ નીચે કચડી રહ્યા છે. તેઓ તેમની નક્કી થયેલી હારથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. તેથી તેઓ આ મંત્ર પર ચાલી રહ્યા છે કે, રેડ કરાવો અને હારથી ધ્યાન ડાયવર્ટ કરો. કોંગ્રેસે રોબર્ટ વાડ્રાના સહયોગીના ઘરે EDની રેડ પાડવાને લઈને મોદી સરકાર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે PM મોદીએ રાજકિય વિરોધીઓ સામે લડવા માટે CBI અને ED અને આયકર વિભાગને બંધાયેલી શ્રમ બનાવી દીધી છે.
કોંગ્રેસે દાવો કર્યો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં BJPની હાર જોઈને મોદી સરકાર ઘભરાયેલી છે. અને વાડ્રાની સામે પ્રતિશોધની ભાવના સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધીના જમાઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા મનુ સિંઘવીએ કહ્યું કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં BJPની હાર જોઈને મોદી સરકાર ફરી જૂના હથંકડોના તરફ પાછી ફરી છે. છેલ્લા ૫૪ મહિનાઓમાં મોદી સરકારના ભ્રષ્ટાચારની સામે લડાઈ નાકામ સાબિત થઈ છે. હવે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રયાસ કરવા લાગી છે. ઉલ્લેખનીય છે કે EDએ રક્ષા ડીલમાં કેટલાક સંદિગ્ધો દ્વારા કથિત રીતે કમીશન જાણવા માટે તપાસના સંબધમાં શુક્રવારે રોબર્ટ વાડ્રાની કંપનીઓ સાથે જોડાયેલા ત્રણ લોકોના ઘરે રેડ પાડી કાર્યવાહી કરી હતી.