Gujarat

આદિવાસી મહિલા અને તેની બહેનપણીએ છેડતી કરનાર પ્રૌઢને જાહેરમાં ફટકારી માફી મંગાવી

વાપી, તા.પ
વલસાડ જિલ્લામાં આવેલા વાપી શહેરમાં વાપી નગરપાલિકાના નગરસેવક અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અજીત મહેતાએ વોર્ડ નં.૭ની આદિવાસી મહિલાએ તેની બહેનપણી દ્વારા વાપી શહેરમાં ટાઉન વિસ્તારમાં રોડ ઉપર પથારા દ્વારા હોઝિયરી, ટુવાલ વગેરેનો ધંધો કરનાર ૬૦ વર્ષના પ્રૌઢ ઓમદત્ત મિશ્રા દ્વારા છેડતી તથા હાથાપાઈ કરવામાં આવી હતી. તેનો વિરોધ કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ઊઠબેસ કરાવીને ગંભીર સબક તથા બોધપાઠ આપવામાં આવ્યો હતો.
તા.૧/૯/૧૯ના રોજ વાપી શહેરમાં પીડિત આદિવાસી મહિલા પોતાના પતિ સાથે ટાઉન બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ત્યારે તે રોડ ઉપર પથારા દ્વારા હોઝિયરી ટુવાલના વેચાણ કરનાર ઓમદત્ત મિશ્રા મૂળ રહેવાસી આઝમગઢ યુ.પી.પાસે ટુવાલના વેચાણ ભાવ પૂછતા ઓમદત્ત મિશ્રા દ્વારા તેને ખરાબ કોમેન્ટ કરી બિભત્સ ચેનચાળા કરતા મહિલાએ ટપારતા પ્રૌઢે આદિવાસી મહિલાઓ ઉપર ગમે તેમ બિભત્સ ભાષાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમયે આ પીડિત મહિલાનો પતિ આગળ બીજી તરફ ખરીદી કરવા માટે ગયો હતો. મે આ છેડતીની વાત મહિલા તેના પતિને જણાવી નહોતી. કારણ કે, તેને ડર હતો કે આ માથાભારે ઓમદત્ત મિશ્રા પતિને મારશે. તેથી મહિલા ગભરાઈ ગઈ અને પોતાના ઘરે આવી ગઈ હતી.
તા.૨/૯/૧૯ના રોજ આદિવાસી મહિલાએ પોતાની બહેનપણી ને પોતાની સાથે થયેલો કિસ્સો જણાવ્યો. તેથી બહેનપણીએ હિંમત આપી જણાવ્યું કે, હું તારી સાથે આવું છું અને તારી સાથે થયેલા આ બનાવમાં આરોપી ઓમદત્ત મિશ્રાને સજા અપાવશું.
બંને મહિલાઓ બજારમાં જાય છે અને ઓમદત્ત મિશ્રાની સાથે વાતચીત કરીને સેન્ડલ વડે માર મારે છે. ત્યારે સમગ્ર બજારમાં નાગરિકો ભેગા થાય છે ત્યારે ઓમદત્ત મિશ્રા દ્વારા ફરીથી આદિવાસી મહિલાનો હાથ પકડીને બિભત્સ ચેનચાળા તથા ભાષાનો ઉલ્લેખ કરીને ધમકી આપતા જણાવે છે કે તારા જેવી કેટલીય આદિવાસી મહિલાઓેને હું ગણકારતો નથી. તારા જેવી કેટલીય મહિલાઓેને મેં જોઇ લીધી છે તેથી તું મને ઓળખતી નથી.જેથી આદિવાસી મહિલા તથા અન્ય બહેનપણી વોર્ડ નં.૭ના નગરસેવક અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અજીત મહેતાને ફોન દ્વારા સમગ્ર વિગત જણાવે છે. અજીત મહેતા ૧૦૦ ઉપર ફોન કરવા માટે જણાવે છે. પરંતુ ૧૦૦ નંબર ઉપર સંપર્ક થતો નથી તેથી અજીત મહેતા આ મહિલાઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું જણાવતાં મહિલાઓ વાપી ટાઉન પોલીસ મથકે જાય છે. ત્યારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ તરફથી તરત જ પોલીસની ગાડીમાં આદિવાસી મહિલાને લઈને બજારમાં જાય છે. માથાભારે ઓમદત મિશ્રા પોલીસને જોતા જ અને મહિલાનું રણચંડી સ્વરૂપ જોતા જ ગભરાઈ ગયો અને જાહેરમાં મહિલાની માંફી માંગી હતી તથા ઊઠબેસ પણ કરી હતી.આજરોજ વાપી નગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અજીત મહેતા દ્વારા આદિવાસી, દલિતો, બેસહારા મજૂરી કામ કરનારી બહેનોનું સન્માન જળવાય તથા અસામાજિક તત્વો દ્વારા છેડતી મશ્કરી કરતા માથાભારે શખ્સોને બોધપાઠ મળે અને મહિલા સશક્તિકરણ તથા સુરક્ષા જળવાય રહે તે માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તથા ડી.વાય.એસ.પી.ને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. તથા આદિવાસી મહિલા નિર્ભયાને સાથે રાખીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા પર નિર્ભયા સામાજિક તથા કાનુની કાર્યવાહીથી એટલી બધી ડરી ગઈ હતી કે પત્રકારો દ્વારા તેને હિંમત આપતાં તેણે પોતાનો ચહેરો ઢાંકીને ડરતા-ડરતા ઉપરોક્ત તમામ પ્રકારની વિગતો આપી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.