અમદાવાદ, તા.૧૧
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ફિક્સ પગારથી કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી છે જે કાયદાની જોગવાઈ વિરૂદ્ધ હોવાથી આરટીઆઈ વકફ અને સોશિયલ એક્ટીવિસ્ટે ઉમરદરાઝ ચશ્માવાલાએ વાંધો ઊઠાવી આ જાહેરાત તાત્કાલિક અસરથી રદ કરવા વકફ બોર્ડને જાણ કરી છે અન્યથા આ બાબત હાઈકોર્ટમાં પડકારવાની ચીમકી ઉચ્ચારી છે; આ જાહેરાત અનુસંધાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીને પત્ર પાઠવી જાણ કરતાં જણાવ્યું છે કે, વકફ બોર્ડની કચેરી દ્વારા કરાર આધારિત ફિક્સ પગારથી આસી. પ્રોગ્રામર લીગલ ઓફિસર, લીગલ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે કાયદાની જોગવાઈઓની વિરૂદ્ધ છે. વકફ બોર્ડને વર્ગ-૩ની જગ્યા માટે સીધી ભરતીથી નિમણૂક કરવાની સત્તા છે પરંતુ તેઓને કાયમી, ફિક્સમાંથી ફૂલ પગાર કરવાની કે પ્રમોશન આપવાની સત્તા નથી, વકફ બોર્ડમાં પણ ગૌણ સેવા તથા ય્ઁજીઝ્ર મારફતે ભરતી થવી જોઈએ. જેથી ભ્રષ્ટાચાર કે સગાવાદ ન થાય.
રોજમદાર ક્લાર્ક તરીકે નિમણૂક પામેલ તમામ કર્મચારીઓને બોર્ડ દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવ કરી કાયમી કરી નાખેલ છે. જેમાં હાલના કચેરી અધિક્ષક તેમજ યોગ્ય શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા વકફ ઈન્સપેક્ટર અને રેકર્ડ કીપર વગેરેનો સમાવેશ થાય છે.
• આઈટી સેલમાં કામ કરતા ઘણા કર્મચારીએ કોમ્પ્યુટરની ખૂબ જ મહત્ત્વની સી.સી.સી.ની પરીક્ષાઓ અને ધોરણ ૧રની પરીક્ષા પણ પાસ કરેલ નથી. આપના પુત્ર પણ અમારી જાણ મુજબ ફક્ત ધો.૧ર પાસ છે અને આઈટી સેલમાં નોડલ ઓફિસર તરીકે નોકરી કરે છે. જે જગ્યાએ ખરેખર કોઈ કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ હોવા જોઈએ.
• વકફ બોર્ડના કર્મચારીઓની ભરતી અંગેની અમારી આરટીઆઈ અપીલનો એક વર્ષથી નિકાલ કરવામાં આવતો નથી.
• વકફ બોર્ડની કચેરીના પટાવાળાઓના એરિયર્સને ભેદભાવ રાખી બદઈરાદાપૂર્વક રીતે રોકી રાખવામાં આવે છે, જેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.