પાવીજેતપુર,તા.૯
પાવી-જેતપુર ખાતે યોજાયેલ વિશ્વઆદિવાસી દિનની ઉજવણી માટે આવેલા ભાજપાના ઉન અને ઘેટા વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે બફાટ કરતા જણાવ્યું હતું કે હું પણ જયારે કોંગ્રેસમાં હતો ત્યારે આદિવાસીઓના નામ ઉપર બારોબાર પૈસા ઉપાડી લેતા હતા. આદિવાસીઓને સહીઓ કરાવી ૧૦ હજાર આપે તો બે હજાર રૂપિયા આદિવાસી લાભાર્થીને આપતા બાકીના અમારા ગજવામાં જતા હતા.
ભાજપાના દિગ્ગજ નેતાના આ નિવેદન ઉપસ્થિત પ્રજા પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. આમ ભાજપાના નેતાએ બફાટ કરી જાહેરમાં પોતે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની કબુલાત કરી હતી.