અમરેલી,તા.૬
અમરેલીના લીલીયા ગામના શિક્ષકના પુત્રની હત્યામાં જેલમાં રહેલ આરોપી વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ નાસતો ફરતો હોઈ જેને અમરેલી ફર્લો સ્કોર્ડે ઝડપી લીધેલ હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર લીલીયા ગામે રહેતા શિક્ષક ગીરીશકુમાર મણીશંકર ત્રિવેદીના પુત્ર ઋુષિકેશ (ઉ.વ.૧૭)ની ગત તા.૧/૧૦/૧૩ના રોજ હત્યા નિપજાવાના ગુનામાં ચાર આરોપી જેલમાં હોઈ જેમાં આરોપી જગદિશ શામજી ધામત અઢી વર્ષ પહેલાં ૧૦ દિવસના વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ નાસતો ફરતો હોઈ જેથી અમરેલી ર્ફ્લો સ્કોર્ડ ભરૂચના જુના તાંવરા ગામેથી આરોપીને ઝડપી લીધેલ હતો.