(એજન્સી) બાંદા, તા.૯
પૂર્વીય ઉત્તરપ્રદેશના બાહુબલી નેતા અને ધારાસભ્ય મુખ્તાર અન્સારીને જેલમાં હાર્ટએટેક આવ્યો. આ દરમિયાન તેમની મુલાકાત કરવા આવેલી તેમની પત્નીને પણ હાર્ટએટેક આવી ગયો. બન્નેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર યુપીના બાહુબલી નેતા અને ધારાસભ્ય મુખ્તાર અન્સારી બાંદા જેલમાં કેદ છે. મંગળવારે તેમની પત્ની તેમને મળવા જેલમાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન મુખ્તાર અન્સારીને હાર્ટએટેક આવ્યો હતો. પતિની આવી હાલત જોઈ તેમની પત્નીને પણ હાર્ટએટેક આવી ગયો. બન્નેની ગંભીર હાલત જોઈને જેલ અધિકારીઓના હાથ-પગ ઢીલા થઈ ગયા. બન્નેને તાત્કાલીક ધોરણે જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં બન્નેની હાલત સ્થિર હોવાનું ડૉક્ટર્સે જણાવ્યું છે.