(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
ચોંકાવનારા નિવેદનમાં જૈન મુની વિશ્રાંત સાગરે મહિલાઓ વિરૂદ્ધ થતા અપરાધોમાં ૯પ ટકા તેમનો જ વાંક ગણાવી વિવાદ સર્જ્યો છે. જૈનમુનીએ કહ્યું કે, આ સાબિત થયેલ તથ્ય છે કે, મહિલાઓ સાથે સંકળાયેલા મોટાભાગના કેસમાં તેઓ જ અપરાધી હોય છે. તેમણે મહિલાઓને માલ-સામાન ગણાવતા તેમના પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત ગણાવી હતી. બુધવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ધર્મગુરૂએ કહ્યું કે, મહિલાઓએ પોતાની મર્યાદા જાળવવાની જરૂર છે કારણે તેમણે બે પરિવારોનું જતન કરવાનું હોય છે. ભારતીય મહિલાઓને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ મેળવા સૂચન કરી તેમણે કહ્યું કે, ભારતીય મહિલાઓએ પાશ્ચાત્ય સંસ્કૃતિથી દૂર રહી પોતાની હદમાં રહેતા શીખવું જોઈએ. અન્ય એક જૈન મુની તરૂણ સાગરે મે-ર૦૧પમાં પોતાના વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય હિન્દુઓને ઈસ્લામ તરફ વાળવાના પ્રયાસરૂપ ‘લવજિહાદ’ પર કાયદાકીય નિયંત્રણ નહીં મૂકવામાં આવે તો તે ભારત પાકિસ્તાનમાં ફેરવાય તેવો ભય છે.