(એજન્સી) તા.૧૩
કેન્દ્રીયમંત્રી હરસિમરત કૌરે જલિયાવાલાં બાંગની ૧૦૦મી વરસીએ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એક એવી ટિ્‌વટ કરી જેના પર વિપક્ષે આકરી પ્રતક્રિયા આપી હતી. જલિયાવાલાં બાગ નરસંહારના સંદર્ભમાં હરસિમરત કૌરે ટિ્‌વટ પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંની એ વાત માટે ટીકા કરી હતી કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુવર્ણ મંદિરે કેમ લઈ ગયા? તેમણે એ વાત પર સવાલ પૂછ્યો હતો કે આખરે બ્રિટનના વડાપ્રધાનની માફીની જરૂર શું છે?તેના જવાબમાં કેપ્ટને આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટિ્‌વટર પર લખ્યું કે શું તમારા પતિ સુખબીર બાદલ કાં તમારા સસુર પ્રકાશ સિંહ બાદલ કે પછી તમારા પડદાદા સરદાર સુંદર સિંહ મજીઠિયાએ ક્યારેય એ વાત માટે માફી છે કે તેમણે જલિયાવાલાં બાગની ઘટનાના દિવસે આખરે જનરલ ડાયરને શાનદાર દાવત કેમ આપી હતી? તેના પછી તેમને ૧૯૨૬માં બ્રિટિશ સરકારે સન્માનિત કર્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહના આ જવાબ પછી ટિ્‌વટર પર સરદાર સુંદર સિંહ મજિઠિયા વિશે અનેક પ્રકારની માહિતીઓ લોકોએ શેર કરી. આ માહિતીઓ સામે આવી છે તે કંઈક આ પ્રમાણે છે. જલિયાવાલાં બાગની ઘટના બાદ સમગ્ર વિશ્વમાં વિરોધ થયો અને મહાત્મા ગાંધીએ કેસર એ હિંદનું ટાઈટલ પાછું આપી દીધું. જ્યારે સુંદર સિંહ મજીઠિયાને બ્રિટિશ સરકારને જનરલ ડાયર અને બ્રિટિશ સરકારની સેવા માટે સરદાર બહાદુરનો રુતબો મળ્યો હતો. સુંદર સિંહ મજિઠિયા હરસિમરત કૌર બાદલ અને પંજાબ સરકારમાં મંત્રી રહેલા વિક્રમ સિંહ મજિઠિયાના પડદાદા હતા. જલિયાવાલાં બાગની ઘટના બાદ તે દિવસે જનરલ ડારે પોતાના અમુક વિશ્વસનીય લોકોની બેઠક બોલાવી હતી તેમાં સુંદર સિંહ મજિઠિયા પણ સામેલ હતા. સુંદર સિંહ મજિઠિયા બ્રિટિશ સરકારને જાહેરમાં ટેકો આપતા હતા. તેમણે જાહેરમાં આ નરસંહાર માટે જનરલ ડાયરની પ્રશંસા કરતા તેમને એક કુશળ પ્રશાસક ગણાવ્યા હતા.ખુશવંત સિંહે લખ્યું હતું કે જ્યારે તે બાળક હતા તો તેમની મુલાકાત ક્યારેક સુંદર સિંહ મજિઠિયા સાથે થઈ હતી. તેમણે લખ્યું કે એક આલબમને લઈને ગયા હતા અને તેના પર મજિઠિયાનો ઓટોગ્રાફ ઈચ્છતા હતા પણ આલબમમાં ભગતસિંહનો ફોટો જોઈ મજિઠિયા ભડકી ગયા હતા અને તેમણે ભગત સિંહને એક ગુંડા કહીને આલબમને હોલના બીજા છેડામાં ફેંકી દીધું હતું. સીપીએમ નેતા અને પૂર્વ સાંસદ રાજેશે લખ્યું કે તેમણે આ મુદ્દે સંસદમાં બોલતાં મોદી સરકારને આગ્રહ કર્યો હતો કે ત આ મુદ્દે બ્રિટનથી માફી લેવાનો પ્રસ્તાવ લાવ્યા પણ સરકારે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તેમણે લખ્યું કે હું સરકારને કહ્યું છું કે ભારત પ્રસ્તાવ પાસ કરી બ્રિટનથી જલિયાવાલા બાગ માટે બિનશરતી માફી મગાવવી જોઈએ પણ રાષ્ટ્રવાદી મોદી સરકારે તેનાથી ઈનકાર કરી દીધો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : જલિયાંવાલા બાગ ખાતે રાહુલ ગાંધી, કેપ્ટન અમરિન્દરસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

(એજન્સી) અમૃતસર, તા. ૧૩
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે જલિયાંવાલા બાગ નરસંહારના ૧૦૦ વર્ષ પુરા થવાના અવસરે જલિયાંવાલા બાગ સ્મારક સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર હતા. તમામ નેતાઓએ જલિયાંવાલા બાગની અંદર આવેલા સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ બર્બરતાપૂર્વક મોતને ઘાટ ઉતારાયેલા લોકોની યાદમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું. આ દરમિયાં પંજાબ પોલીસે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દિવસને બ્રિટિશ સરકારના દમનકારી રોવલેટ કાયદાના વિરોધમાં શાંતિપૂર્ણ દેખાવ કરી રહેલા બાળકો અને મહિલાઓ સહિતના નિઃશસ્ત્ર, નિર્દોષ ભારતીયો પર બ્રિટિશ દળના આગેવાન જનરલ ડાયરે ગોળીઓ વરસાવી હત્યાકાંડ કરવાની યાદમાં મનાવવામાં આવે છે. બ્રિટિશ સરકારે આ હત્યાકાંડમાં ૩૭૯ લોકો મોતને ભેટ્યા હોવાનો આંકડો આપ્યો હતો. બ્રિટિશ કાળ વિરૂદ્ધ ભારતના સ્વતંત્રતા સંગ્રામના કાળા અધ્યાયમાંથી એક જલિયાંવાલા બાગને માનવામાં આવે છે. શુક્રવારે તેની ૧૦૦મી વરસીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ, નિવાસીઓ અને મુલાકાતીઓ સહિત સેંકડો લોકોએ અમૃતસરમાં મીણબતીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં શહીદ થયેલા લોકોના સગા-સંબંધીઓએ બ્રિટિશ સરકાર પાસેથી માફીની માંગણી કરી

(એજન્સી) તા.૧૩
૧૩ એપ્રિલ શનિવારે જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પુરા થયા હતા. બ્રિટને આ હત્યાકાંડ પર દિલગીરી વ્યકત કરી તેને બ્રિટિશ ઈતિહાસની કલંકિત ઘટના ગણાવી હતી. પરંતુ આ હત્યાકાંડનો ભોગ બનનારા લોકોના વંશજોનું કહેવું છે કે માત્ર દિલગીરીથી કામ નહીં ચાલે બ્રિટને આ હત્યાકાંડ બદલ માફી માંગવી જોઈએ. આ હત્યાકાંડ વિશે સાંભળીને મોટા થયેલા ૮૬ વર્ષીય ક્રિષ્ના ચૌહાણે કહ્યું હતું કે, આ હત્યાકાંડમાં મારા ૧૮ વર્ષીય મામાનું મેલારામ શહીદ થયા હતા. ચૌહાણે કહ્યું હતું કે બ્રિટિશ સરકારે આ ઘટના બદલ માફી માગવી જોઈએ. ૭૩ વર્ષીય મહેશ બહલે આ હત્યાકાંડમાં શહીદ થયેલા તેમના દાદા એડવોકેટ લાલા હરિ રામને યાદ કરતા કહ્યું હતું કે બ્રિટિશ સરકારે હજુ સુધી આ હત્યાકાંડ બદલ માફી માંગી નથી. તેમણે દુઃખ વ્યકત કર્યો હતો કે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા લોકોને કેન્દ્ર કે રાજય સરકાર તરફથી યોગ્ય સન્માન મળ્યું નથી. પંજાબના ધારાસભ્ય અને પંજાબી એકતા પાર્ટીના અધ્યક્ષ સુખપાલસિંહ ખૈરાએ કહ્યું હતું કે દેશની સ્વતંત્રતા માટે હજારો પંજાબીઓએ કુરબાની આપી અને જલિયાવાલા બાગ હત્યાકાંડ એ કદી ન ભૂલાય તેવી કરૂણાંતિકા છે બ્રિટિશ સરકારે આ હત્યાકાંડ બદલ માફી માંગવી જોઈએ.