અમદાવાદ,તા.૪
સખત ગરમી અને પાણીની અછત વચ્ચે નર્મદા પરના સરદાર સરોવર ડેમ પરથી ખુશીના સમાચાર મળી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ૩૬૮૯ કયુસેક પાણીની આવક ઘટી છે. છતાં પાણીની સપાટીમાં એક દિવસમાં ત્રણ સેમીનો વધારો થયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૬.૪૬ મીટર થઈ છે. (આઈબીપીટી ટનલમાંથી રર૮૦ કયુસેક પાણી હજુ પણ છોડવામાં આવે છે. બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદના આગમનની સાથે મુખ્ય કેનાલમાં પાણી ઘટાડી ૧૬૬૦ કયુસેક પાણી કરી દેવાયું છે. ગોડબોલે ગેટમાંથી ૬ર૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.) આમ દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે નર્મદા સરદાર સરોવરમાં પાણીની આવક વધી છે અને તેની જળસપાટીમાં પણ વધારો થયો છે.
સતત ગરમી અને પાણીની સમસ્યા વચ્ચે સરદાર સરોવર ડેમની જળસપાટી વધી

Recent Comments