(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.રપ
મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામના વતની અને હાલ બોરતળાવ વિસ્તારના મફતનગરમાં રહેતા યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.ર૧) બુધવારે રાત્રીના ૧૦ઃ૩૦ કલાકના અરસા દરમ્યાન શહેર નજીક સિદસર ગામે આવેલ રપ વારિયામાં રહેતા તેના સસરા નરસિંહભાઈ ધનજીભાઈ કુંભારની પાડોશમાં રહેતા આશીષ જગદીશભાઈ નામના શખ્સ સાથે મૃતક ક્ષત્રિય યુવાનની સાસુને ઝઘડો થયેલ જેથી જમાઈ યોગીરાજસિંહને ફોન કરતા તેઓ સિદસર સાસરે દોડી ગયા હતા અને પાડોશમાં રહેતા યુવાને સમજાવવા તેના ઘરે ગયા હતા દરમ્યાન પાડોશમાં રહેતા આશીષ જગદીશભાઈ મકવાણા ઉશ્કેરાટમાં આવી યોગીરાજસિંહના છાતીના ભાગે છરીનો તિક્ષ્ણ ઘા ઝીંકી દેતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. મૃતક યુવાન યોગીરાજસિંહ ગોહિલએ આઠ માસ પૂર્વે જ પ્રેમલગ્ન કર્યા હોવાનું અને તેઓના માતા-પિતાનો એકમાત્ર સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.
સાસુ-સસરા સાથે ઝઘડો કરનાર પાડોશીને ટપારવા જતાં જમાઈની હત્યા

Recent Comments