જામનગર, તા.૪
જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં શાકભાજીના ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટ વેરવિખેર થઇ ગયા છે, શાકભાજીના ભાવ પાછલા વીક કરતા ડબલ ટ્રબલ થઇ ગયા છે, ય્જી્‌, ટ્રાંસ્પોર્ટેશન હડતાલ અને વરસાદના કારણે શાકભાજીની અછત સર્જાઈ છે ભાવ વધી ગયા છે.
શાકભાજી ગયા અઠવાડીયા ભાવ ચાલુ અઠવાડિયા ભાવ
૧) ટામેટા રૂા.૨૦-૨૫ રૂા.૮૦-૧૦૦
૨) બટેટાં રૂા.૧૦-૧૨ રૂા.૧૫-૨૦
૩) ડુંગળી રૂા.૬થી ૭ રૂા.૧૫
૪)કોબી રૂા.૨૦-૨૫ રૂ.૫૦-૬૦
૫) ગુવાર રૂા.૪૦ રૂા.૮૦-૧૦૦
૬) ભીંડો રૂા.૪૦ રૂા.૬૦-૮૦
૭) રીંગણાં રૂા.૩૦ રૂા.૬૦-૮૦
૮) મરચાં રૂા.૪૦-૫૦ રૂા.૨૦૦
૯) ધાણા ભાજી રૂા.૫૦ રૂા.૩૦૦
જામનગરમાં શાકભાજીનાં ભાવ એકાએક આસમાને પહોંચી ગયા છે. ગૃહિણીઓને લીલા શાકભાજીના લાલચોળ ભાવ દઝાડી રહ્યા છે.
આ સ્થિતિ પાછલા એક સપ્તાહમાં પલટાઈ છે, હાલ આવકો ઓછી રહે છે અને જીએસટી ટ્રાન્સપોર્ટેશનની હડતાલ અને ચોમાસાને કારણે શાકભાજીનાં ભાવમાં એક સપ્તાહમાં વધારો નોંધાતા ગૃહિણીઓનાં આયોજન કરી બેઠેલા લોકોનાં બજેટ ખોરવાઇ ગયા છે.
લીલા શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી જતાં નાના વેપારીઓ પણ શાકભાજીની ઓછી ખરીદીને ધંધો કરી રહ્યા છે. તેના કારણે આવકનું પ્રમાણ પણ ઘટી જવા પામ્યુ છે.