લંડન,તા.૧૭
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સભ્ય જેમ્સ એન્ડરસન અનુસાર, વિશ્વ કપમાં ટીમની જીતના હીરો રહેલા બેન સ્ટોક્સે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઇનલ દરમિયાન અમ્પાયરોને ટીમના સ્કોરમાથી ઓવરથ્રો ના ૪ રન હટાવવાનું કહ્યું હતું જે અંતમાં નિર્ણાયક સાબિત થયા હતા. ન્યૂઝીલેન્ડના ફીલ્ડર માર્ટિન ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટને લાગીને ૪ રન માટે જતો રહ્યો હતો. સ્ટોક્સ તે સમયે બીજો રન પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાગીને કરેલા બે રન અને ઓવરથ્રોની બાઉન્ડ્રીથી સ્ટોક્સને ૬ રન આપ્યા જ્યારે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે પાંચ જ રન આપવાના હતા.
આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧ રનથી હારનો સામનો કરવો પડત જેણે ૮ વિકેટ પર ૨૪૧ રન બનાવ્યા હતા. ટેસ્ટ ટીમમાં સ્ટોક્સના સાથી એન્ડરસને કહ્યું કે, આ ઓલરાઉન્ડરે ઓવરથ્રો બાદ હાથ ઉંચા કરીને માફી માગી હતી અને અમ્પાયરોને અપીલ કરી હતી કે તે પોતાનો નિર્ણય બદલે.
એન્ડરસને બીબીસીને કહ્યું, ’ક્રિકેટનું શૌર્ય તે છે કે જો બોલ વિકેટો તરફ ફેંકવામાં આવે અને તે તમને ટકરાયા બાદ ખાલી જગ્યા પર જતી રહે જો તમે રન ન લો પરંતુ તે બાઉન્ડ્રી બહાર જતો રે તો નિયમો અનુસાર તે ચોગ્ગો છે અને તેમાં તમે કંઇ ન કરી શકો. એન્ડરસને કહ્યું, ’બેન સ્ટોક્સ અમ્પાયર પાસે હયો અને કહ્યું હતું કે, ’શું તમે ચાર રન હટાવી શકો છો, અમે તે રન ઈચ્છતા નથી પરંતુ આ નિયમ છે અને આવો જ છે.’’