(એજન્સી) તા.૨પ
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની અમીના ઝકીયાએ હવે સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો. તેણે પોતાના જ લગ્ન દરમિયાન સ્ટેજ પર નાગરિકતા સુધારા કાયદા તથા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનનો વિરોધ કર્યો હતો. જોકે આ દૃશ્ય જોઇને બધા હતપ્રભ થઈ ગયા હતા.
સોમવારે બધા લોકોએ શાંતિપૂર્વક લગ્ન પ્રસંગ દરમિયાન પણ નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ બેનરો બતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સુધારા કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ઝાકિયા તેની નજીકમાં જ આવેલા અબુલ ફજલ એન્ક્લેવમાં રહે છે અને તે તેના લગ્નના બે દિવસ બાકી હોવા છતાં પણ નિયમિત રીતે દેખાવોમાં સામેલ થતી હતી.
ઝકિયાના માતા-પિતાની વાત કરીએ તો તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જોકે તેના ભાઈ બહેનો પણ આ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરી ચૂક્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં ઝકિયાએ કહ્યું હતું કે, જામિયાની એક વિદ્યાર્થીની તરીકે હું પણ દેશના નાગરિક તરીકે ચિંતિત છું. મેં નાગરિકતા સુધારા કાયદા તથા એનઆરસીનો વિરોધ કરવા માટે મારા લગ્ન સમારોહને પણ માધ્યમ બનાવ્યું હતું. તેણે કહ્યું કે આ કાળા કાયદાની અસર આપણા દેશના ધર્મનિરપેક્ષ તાંતણાં પર અસર જોવા મળશે.
જામિયાના વિદ્યાર્થીઓએ લગ્ન પ્રસંગના માધ્યમથી પણ CAA-NRCનો વિરોધ કર્યો

Recent Comments