(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નવેસરથી અગોતરા જામીન અરજી એરેસલ-મેક્સિસ કેસ સંદર્ભે દાખલ કરી છે. ૧૦ મી જુલાઈએ ઈડીએ ચિદમ્બરમની પહેલાંની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા વિગતવાર જવાબ રજૂ કર્યો હતો. ઈડીએ પોતાના જવાબમાં જણાવ્યું કે, જો જામીન મંજૂર કરાશે તો અમે સત્ય સુધી પહોંચી નહીં શકીશું. સીબીઆઈએ ૧૯મી જુલાઈએ એરસેલ-મેક્સિસ કેસમાં નવેસરથી ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ૧૮ વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે જેમાં ચિદમ્બરમ, કાર્તિ અને સરકારના ખાસ અધિકારીઓ છે. આ પહેલાં ચિદમ્બરમને આંશિક રાહત આપી દિલ્હીની કોર્ટે એરસેલ-મેક્સિસ કેસમાં ધરપકડ કરવા માટે ઓગસ્ટ સુધી મુક્તિ અપાઈ હતી. ૧૧મી જુલાઈએ ઈડીએ આગોતરા જામીનની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ચિદમ્બરમ્‌ અને એમની પત્ની નલિનીની કસ્ટોડિયલ પૂછપરછ અનિવાર્ય છે. આ પૂછપરછ એરસેલ-મેક્સિસ કેસ અને સારદા ચીટ ફંડ કેસ માટે કરવાની છે.