જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢમાં બનેલા એક બનાવમાં જમીનના ભાગ બાબતે ગેરકાયદેસર મંડળી રચી માર મારવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયેલ છે. આ બનાવ અંગે શીશુ મંગલ પાસે ગાયત્રી એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૩માં હંસાબેન બાલકદાસ ગોંડલિયા (ઉ.વ.૪ર)એ બલરામભાઈ, હેતલબેન બલરામભાઈ જમનાદાસભાઈ નિવૃત્ત પોલીસ, દિવ્યેશભાઈ જમનાદાસ, કુલદીપભાઈ જમનાદાસ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. હંસાબેન અને આરોપી બલરામભાઈ સાથે જમીનના ભાગ બાબતે બલરામભાઈના ઘરે બોલાવી રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી હતી. ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથિયાર, લાકડી તથા ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ હંસાબેને પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.