ડીસા, તા.૯
ડીસાની સરજમીન પર આરામ ફરમાવનાર રૂહાની પેશ્વા હઝરત ભાઈજાન બાવાના સિધ્ધપુર ખાતે રહેતા મુરીદોએ તેમની યાદ કાયમ રાખવા સિધ્ધપુરમાં તેમના નામથી એક પ્રા.શાળા શરૂ કરવા માટે આદર્શ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે એક જમીન ખરીદેલ જેમાં પ્રા.શાળાનું મકાન બનાવી તેનું નામ ભાઈજાન બાવાના નામથી રાખવાનું નક્કી કરેલું. હાલમાં સિધ્ધપુરમાં આવેલ યુવાન શાસનાધિકારી હિતેશભાઈ પટેલ સાહેબના પ્રયત્નોથી ગુજરાત સરકાર તરફથી જો જમીન દાનમાં મળે તો આ આખી શાળાના મકાનનું બાંધકામ સરકારશ્રી તરફથી કરવામાં આવશે તેવું જણાવતા સંસ્થાના પ્રમુખ સૈયદ અખ્તરઅલી બાવા સાહબ કાદરી તથા સેક્રેટરી હાજી આબિદહુસેન સી.છુવારા દ્વારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સંમતિથી ઉપરોકત જમીન સરકારને દાન આપવાનું નક્કી કરવામાં આવેલ. જેના ભાગરૂપે હઝરત ભાઈજાન બાવાના ઉર્ષ મુબારક પ્રસંગે ડીસા ખાતે ઉર્ષમાં પધારેલ પીરેતરીકત હઝરત સૈયદ કાઝીમ પાશા સાહબ કાદરી હઝરત સૈયદ આલમગીર અશરફ અશરફી હઝરત મોહમ્મદ શફીક હનફી સાહેબ, હઝરત સૈયદ ફૈયાઝુદ્દીન રીફાઈ, હઝરત સૈયદ સૈયદઅલી રીફાઈ સાહેબ ખાનકાહે જમાલિયા સુરત, હઝરત સૈયદ મોહમ્મદઅલી કાદરી સાહેબ અને હઝરત સૈયદ હસનઅલી બાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં શાસનાધિકારી ઉપરોકત તમામ બુઝુર્ગોના મુબારક હસ્તે આ જમીન દાન આપતો પત્ર સુપરત કરવામાં આવેલ. જેના ઉપર હવે પછી સરકાર તરફે પ્રા.શાળાના નવા મકાનનું બાંધકામ કરી આ શાળાનું નામ હઝરત સૈયદ અસગરઅલી ફિરોજુદ્દીન ભાઈજાન બાવા પ્રા.શાળા રાખવામાં આવશે.