બાવળા, તા.૩
બાવળા પોલીસ સ્ટેશનમાં હરેનભાઇ જસુભાઇ પટેલ (ઉ.વ.૫૧) રહે.એન.જી રીયાલીટી પ્રા.લીમીટેડ ૧૦મો માળ એસ્ટ્રોન ટેક પાર્ક ઇસ્કોન ક્રોસ રોડ એસજી હાઇવે અમદાવાદની ફરીયાદના આધારે (૧) રાયસંગજી વાઘાજી (૨) ભીંખાજી વાઘાજી (૩) દશરથભાઇ ગોતાજી (૪) રમણભાઇ ગોતાજી (૫) મનુભાઇ ગોતાજી તમામ ઠાકોર તમામ રહે.લીલીયાપુર (કાવીઠા) તા.બાવળા જી.અમદાવાદ તા.૧૨/૧૨/૧૯૮૯ના રોજ બનેલા બનાવની જાણ તા.૦૨/૦૫/૨૦૧૮ના રોજ બાવળા પી.એસ.ઓ. કાંતિભાઇ સીંગાભાઇએ બાવળા પો.સ્ટે ગુુન્હો નોંધી તપાસ બાવળાના પોલીસ સ્ટેશનના એન.આઇ. ચાવડા પો.સ.ઇ બાવળા પો.સ્ટેશનના આ કામના આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી મોજે રજોડા ગામની સીમ સર્વે નં.૧૬૨/૧ નવો સર્વે નં.૮૩૭ વાળી જમીનની વારસાઇ નોધ નં.૩૬૯૮ તા.૧૨/૧૨/૧૯૮૯માં સમુબેન તે વાઘાજી મથુરની દિકરીનું નામ છુપાવી ખોટા નામની વારસાઇ કરાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી અસલ તરીકે ઉપયોગમાં લઇ સદર જમીન આ કામના ફરીયાદીને વેચાણ કરી બદલામાં અવેજ મેળવી ગુનો કર્યા વિ.બાબત બાવળા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી મુજબ નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે.