સુરેન્દ્રનગર, તા.રપ
સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં સાવકી માતા જિનલ પરમાર દ્વારા પુત્ર ધ્રુવને પેટીમાં પૂરી હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં જેલમાં રહેલ સાવકી માતા દ્વારા જામીન અરજી કરેલ હતી. જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવમાં માત્ર છ જ વર્ષના માસૂમ પુત્ર ધ્રુવ ઉર્ફે ભડુ શાંતિલાલ પરમારને મોઢામાં ડૂચો મારી સૂટકેસમાં પૂરી દઈ અને ગુંગળાવી હત્યા કરવામાં આવેલ હતી. તેની આરોપી સાવકી માતા જિનલ પરમાર દ્વારા લીંબડી કોર્ટમાં અરજી કરી જામીન માગવામાં આવ્યા હતા. જેની સુનાવણી થતા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આ બનાવની આરોપી સાવકી માતા જિનલ દ્વારા ભડુની હત્યા અંગેની કબૂલાત આપવામાં આવેલ. જે કેસ લીંબડી કોર્ટમાં ચાલતા જિનલ દ્વારા જામીન અરજી કોર્ટમાં કરવામાં આવેલ હતી ત્યારે કોર્ટ દ્વારા સમાજને દાખલો બેસાડવા માટે બાળક ભડુની હત્યા કરનાર સાવકી માતા જિનલને જામીન તો ન જ મળવા જોઈએ તેવી દલીલો સરકારી વકીલ મનિષભાઈ દવે દ્વારા કરવામાં આવેલ હતી. જેને ગ્રાહ્ય રાખી ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી એચ.જી. વાઘેલા દ્વારા જામીન અરજી ફગાવેલ હતી.