છાપી,તા.ર૬
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનાલી ગામ પાસે દૂધ મંડળીના મંત્રી ને એક પખવાડીયા પૂર્વે બનાસ બેંક માંથી ગ્રાહકોના નાણા લઇને આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ડેરીના મંત્રી ને આંતરી હવામાં ફાયરિંગ કરી મંત્રી પાસે રહેલ રૂપિયા ૧૮ લાખ ની સનસનીખેજ લૂંટ કરીઆરોપીઓ ફરાર થઈ ગયા હતાજેને લઇ બનાસકાંઠા પોલીસ હરકતમાં આવતા આ લૂંટનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદ લેવાઈ હતી આઘટનાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરી ના દિવસો માં ઉકેલતા વડગામનાં નરાસળના એક શખ્સની અટકાયત કરી હતી જેને આ લૂંટની કબૂલાત કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા આરોપી નરેશભારથી ગણપતભારથીને શુક્રવારે વડગામ પોલીસને સોંપ્યો હતો જેથી વડગામ પોલિસે લૂંટની અંદર સન્ડોવાયેલ અન્ય આરોપીને ઝડપવા તેમજ અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા આરોપી ને શુક્રવાર મોડી સાંજે વડગામ કોર્ટમા રજૂ કરી રીમાંન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપી નરેશભારથીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા વડગામના ધનાલીની લૂંટ પકરણમા અન્ય આરોપીઓ સ્થાનિક હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.