(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૬
શહેરના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેટમાં બનેલી આગની દુર્ધટનામાં સંકળાયેલા સાતેક આરોપીઓની જામીન અરજીની સુનાવણી ગત સપ્તાહમાં પુરી થયા બાદ આજે કોર્ટ દ્વારા એસએમસીના ઝોન અધિકારી પરાગ મુુનશીના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.જ્યારે અન્ય છ આરોપીઓની જામીન અરજી પરનો હુકમ આગામી તા.૮મી જુલાઇના રોજ થનાર હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ર૪મી મેના રોજ સરથાણા તક્ષશિલા આર્કેટમાં એક ટ્યુશન કલાસમાં એસીના કોમ્પ્રેસરના આઉલેટમાં શોર્ટ સટકીટ થતાં ભિષણ આગ લાગી હતી. આ આગમાં રર વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. સરથાણા પોલીસે આપીસી ૩૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનાની તપાસ કરનાર ડીસીબીના એસીપી આર.આર સરવૈયા એ તબક્કાપાર અંદાજે ૯થી ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. લાજપોર જેલમાંથી આરોપી અને સેન્ટ્રલ ઝોનમાં કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, એસ.કે આચાર્ય, કિર્તી મોઢ, દિપક માયક, સહિત સાતેક આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી દરમ્યાન તપાસ કરનારા અધિકારી તથા વાલીઓએ એક સોગંદનામું પણ રજૂ કયુ હતું. બંને પક્ષોની દલીલો પુરી થતા અદાલત આજે માત્ર એસએમસીના અધિકારી પરાગ મુનશીના તા.૯મી જુલાઇના રોજના એક દિવસના જામીન આપવામાં આવ્યા હતા.આ દિવસે એસએમસી અધિકારી પરાગ મુનશીની દીકરીના લગ્ન હોય, કોર્ટ દ્વારા તેમને આ દિવસ પૂરતા જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.જ્યારે જેમણી જામન અરજી ઉપર આગામી સોમવારના રોજ હુકમ થનાર છે,તેમાં સંજયકુમાર એલ આચાર્ય, વિનુ કરશનભાઈ પરમાર, જીગ્નેશ સવજીભાઈ પાઘડાળ, હસુખ કાનજીભાઈ વેકળીયા, કિરીટકુમાર જીતુભાઈ મોદી, રવિન્દ્ર ઘનશ્યામ કહાર, દિપક ઈશ્વરભાઈ નાયકનો સમાવેશ થાય છે.