(એજન્સી) નવી દિલ્હી, તા.પ
છેવટે ભારતીય વૈજ્ઞાનિકોને જમીનની ખૂબ જ નીચેની સપાટી પર આશરે અડધા કિલોમીટર નીચે લેબોરેટરી મળી છે જેમાં તેઓએ ‘ડાર્ક મેટર’ની શોધ કરી શકે છે. જે આકાશગંગાને સંભાળી રાખ્યો છે. તેને જોડી રાખે છે. ઊર્જા તથા તત્ત્વનો એક જ રૂપ હોવા છતાં આજ સુધી વિજ્ઞાન કયારે ‘ડાર્ક મેટર’ની શોધ નથી થઈ શકી. ‘ડાર્ક મેટર’ની શોધ માટે વૈજ્ઞાનિકોને જમીનના ખૂબ જ ઉંડાણ સુધી જવું પડે છે જેથી તેમના પ્રયોગોને કોસ્મિક કિરણો અને અન્ય પ્રકારના રેડિએશનોથી બચાવવામાં આવી શકે. ત્રણ વર્ષ પહેલાં આ લેબોરેટરીનું ઉદ્દઘાટન થયું હતું અને કોલકાતાના સાહા ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સના વૈજ્ઞાનિક આ લેબોરેટરીને ચલાવી રહ્યા છે. આ લેબ ઝારખંડના જાદુગોળા સ્થિત ઉંડાણમાં બનેલી યુરેનિયમની ખાણના એવા ભાગમાં બનાવેલી છે જેનો કોઈ ઉપયોગ નથી થતો. લેબોરેટરી કોલકાતાથી આશરે ર૬૦ કિલોમીટર દૂર છે અને ઝારખંડની રાજધાની રાંચીથી ૧પ૦ કિલોમીટર દૂર છે. આ ભારતની પ્રથમ યુરેનિયમ ખાણ છે. જેમાંથી આશરે ૪ર૦ ટન યુરેનિયમ નિકાળવામાં આવી ચૂકયું છે. હજી જે ખાણમાંથી યુરેનિયમ નિકાળવામાં આવી રહ્યો છે જે જમીનથી ૮૮૦ મીટર નીચે છે. આ ખાણની ઉપરની સપાટી પર પપપ મીટરની ઉંડાણમાં લેબોરેટરી બનેલી છે.