(એજન્સી) તા.પ
દિલ્હીની જામિયા મિલીઆ ઈસ્લામિયા યુનિવર્સિટી ખાતે ઇજીજીની મુસ્લિમ પાંખ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા સોમવારે સાંજે ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચે RSSના નેતા અને તેના પ્રણેતા ઈન્દ્રેશકુમારને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. જામિયાના વિદ્યાર્થીઓએ આ ઈફતાર પાર્ટીનો વિરોધ કર્યો હતો. આ ઈફતાર પાર્ટીમાં ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે ત્રણ તલાક પાપ છે અને માંસ બીમારી છે. તેમણે કહ્યું હતું કે, પયગમ્બર આદમ(અ.સ.)થી છેલ્લા પયગમ્બર સુધી કોઈએ ક્યારેય પણ માંસ ખાધું ન હતું. માંસ એક બીમારી છે જ્યારે દૂધ એક સારવાર છે. તેઓની સલાહ પ્રમાણે જેઓ પશુઓની બલી આપીને તેને ખાય છે તે ઝેર ખાય છે. આ ઉપરાંત તેમણે આ પણ કહ્યું હતું કે ઈફતારના સમયે પીણા તરીકે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ વિદ્યાર્થીઓએ ઈફતારની જગ્યા સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસે તે વિસ્તારને પ્રતિબંધિત કરી તેમને આગળ વધવા દીધા ન હતા. એહતમાન નામના એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે ઇજીજી એ ભૂતકાળમાં મુસ્લિમોની લાગણીઓ દુભવતી ટિપ્પણીઓ કરી હતી અને હવે તે ઈફતાર પાર્ટીનું આયોજન કરે છે. અમે અમારા કેમ્પસમાં આની પરવાનગી નહીં આપીએ. જામિયાના ગેટ નં.૭ની બહાર એક જ સૂત્ર વારંવાર ગૂંજતું હતું. ‘ઈફતાર ઈન્કા બહાના હૈ, સંઘવાદ ફૈલાના હે.’