(એજન્સી) તા.રપ
શુક્રવારે જમ્મુ અને કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના ચેરમેન મોહમ્મદ યાસીન મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે પીડીપી-બીજેપી સરકારની ચાલને તોડી નાંખવા માટે મને મારું લોહી વહેવડાવવામાં કોઈ જ વાંધો નથી. પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને અધિવાસનું પ્રમાણ પત્ર આપીને જમ્મુ અને કાશ્મીરની ડેમોગ્રાફીમાં ઈરાદાપૂર્વકનો ફેરફાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગુરૂવારે સાંજે મલિક છુપાઈ ગયા હતા અને લાલ ચોકની આસપાસ કોઈ અજાણી જગ્યાએ તેમણેે રાતવાસો કર્યો હતા. ત્યારબાદ તેઓ જેકેએલએફના કાર્યકરો અને સમર્થકોની સાથે દસ્તગીર સાહબના આદરણીય પુસ્તકની સાથે શુક્રવારે સરૈબાલામાં દેખાયો હતો. શુક્રવારે જુમ્આની નમાઝ બાદ પીડિપી સરકાર દ્વારા બહાર પડાયેલ અધિવાસના પ્રમાણપત્રના વિરોધમાં મલિકે એક મોટી કૂચ કરી હતી. વિરોધીઓએ સ્વતંત્રતા અને સરકારની વિરૂદ્ધના નારાઓ લગાવ્યા હતા. જો કે, લાલ ચોક તરફ કૂચ કરી રહેલા વિરોધીઓ તથા મલિકની અટકાયત કરવા માટે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ આવી હતી. અટકાયત થઈ તે પહેલાં મલિકે પત્રકારોને જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં મહારાજા હરીસિંઘના સમયથી સ્ટેટ સબ્જેકટ લૉ પ્રચલિત છે. તેમણે કહ્યું કે આ અમારું રાજ્ય હોવાને કારણે અહીંયા ભરપૂર માત્રામાં જંગલ અને પાણીનો વિસ્તાર છે જેને કોઈ બહારની વ્યક્તિ ખરીદી ના શકે તે માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. મલિકે કહ્યું કે કમનસીબે શાસક પાર્ટી પીડીપી-બીજેપીએ જમ્મુ અને કાશ્મીરની ડેમોગ્રાફીમાં શરણાર્થીઓને રાજકીય રહેવાસીઓના પ્રમાણપત્રો આપીને ઘરમૂળથી ફેરફાર કરવાનું કાવતરું ઘડયું છે. પીડિપી-બીજેપી સરકારે રાજ્ય ંમાટે પૂર્વવત કાવતરું ઘડયું હતું. જેમાં તેઓ મૂંઝવણ ઊભી કરીને મોટાભાગના લોકોને અહીંયાથી ધકેલી રહ્યા છે. સરકારે પહેલાં કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહત ત્યારબાદ નિવૃત્ત સૈનિકો માટે વિશિષ્ટ વસાહત અને શરણાર્થીઓ માટે અધિવાસના પ્રમાણપત્રો જારી કરીને વિવાદ સર્જ્યો હતો. જો સરકાર દ્વારા રાજ્યની ડેમોગ્રાફીમાં ફેરફાર કરાશે તો અમે તેનો વિરોધ કરીશું. કાશ્મીરી લોકો આને મૂક-બધિરની જેમ જોયા નહીં કરે અમે તેનો પ્રતિકાર કરીશું. મલિકે કહ્યું કે આવા ફેરફારને કારણે જમ્મુ-કાશ્મીરના નેચર તથા મુસ્લિમોમાં વિવાદ ઊભો થશે. જેકેએલએફના અગ્રણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના બીજેપીના અગ્રણીએ કહ્યું હતું કે અધિવાસી પ્રમાણપત્ર એ પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને અહીંયા વસવાટ કરવા તથા પાછળથી તેમને અહીંયાના નાગરિકત્વ તથા મતાધિકાર આપવા માટેનું પહેલું પગલું છે. આ સૌથી પહેલાં આરએસએસનો પ્લાન હતો જેને હાલમાં બીજેપી અને પીડીપી દ્વારા જમ્મુ કાશ્મીરમાં અમલ કરાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ હવે લોકો સમજદાર બન્યા છે તેઓ આનો વિરોધ કરશે. મલિકે જમ્મુ-કાશ્મીરના સાર્વભૌમત્વને લઈને આવેલા કોર્ટના ચુકાદા વિશે કહ્યું કે આ જમ્મુ-કાશ્મીરના લોકો માટે પહેલેથી જ ઘડાયેલું કાવતરું હતું. આ સમયે જમ્મુ અને કાશ્મીરના માટે પડકારરૂપ છે જેમાં ભારતથી બેંકો આ પ્રોપર્ટીને જપ્ત કરવાની પરવાનગી આપે છે. દરમિયાન ફ્રન્ટના અગ્રણીને શાહીદ ગંજના પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.
Recent Comments