(એજન્સી) શ્રીનગર, તા. ૪
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના એક વ્યસ્ત બજારમાં કરવામાં આવેલ ગ્રેનેડ હુમલામાં ચાર પોલીસકર્મીઓ સહિત ૧૬ લોકો ઘાયલ થયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ શોપિયાં શહેરમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં આશરે ૧૨ નાગરિક અને ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે, એ વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી છે અને હુમલાવરોની તપાસ થઈ રહી છે. ઘાયલોમાં એક છોકરી પણ સામેલ છે. જેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેને શ્રીનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. રિપોટ્‌સ મુજબ બધા ઘાયલોને સ્થાનીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગત ચાર દિવસોમાં શોપિયાંમાં આ દસમો ગ્રેનેડ હુમલો છે. આતંકવાદીઓએ ગત સપ્તાહે પણ ઘણા ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા.