(એજન્સી) શ્રીનગર, તા.૮
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ રોષ દેખાઈ રહ્યું છે. એના નિવાસીઓને ભય થઈ રહ્યો છે કે જો બહારના વ્યક્તિઓને કાશ્મીરમાં કાયમી વસવાટની પરવાનગી આપવામાં આવશે તો એમની ઓળખ સામે જ ભય ઊભો થશે. આ જ પ્રકારનો ભય ર૦૦૮માં કાશ્મીરના લોકોમાં ફેલાયો હતો જ્યારે કાશ્મીરની જમીન અમરનાથ શ્રાઈન બોર્ડને તબદિલ કરાઈ હતી તે વખતે ખૂબ જ તંગદિલી ફેલાઈ હતી અને આ વખતે તો એનાથી પણ વધુ અશાંતિ ફેલાશે. જાન્યુઆરી ૧૯ર૭માં કાશ્મીરના મહારાજાએ જાહેરનામું બહાર પાડયું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બહારની વ્યક્તિઓ મિલકતો ખરીદી શકશે નહીં. સરકારી નોકરીઓ મેળવી શકશે નહીં અને કાયમી વસવાટ કરી શકશે નહીં.
આ આદેશ ડોગરા અને પંડિતોની માગણીને ધ્યાનમાં રાખીને કરાયું હતું. એમને ભય હતો કે પંજાબીઓ એમના વિસ્તારોમાં આવી જશે અને એમની મિલકતો અને નોકરીઓ છીનવી લેશે. એમને ખાસ રોકવા માટે જાહેરનામું બહાર પડાયું હતું. એ પછી ૧૯૪૭માં ભારત સાથે જોડાણ વખતે પણ મહારાજા હરીસિંગે પણ એ જ આદેશ સાથે ભારત સાથે જોડાણ કર્યું હતું. ઘણા બધા કાશ્મીરીઓ માને છે કે, બહારની વ્યક્તિઓ ઉપર પ્રવેશબંધી અનુચ્છેદ ૩૭૦ હેઠળ લદાયેલ છે પણ એ ખરૂ નથી. અનુચ્છેદ ૩૭૦નો ડ્રાફ્ટ ઉતાવળથી કરાયો હતો જેનાથી ફકત રાજ્યને વિશેષ દરજ્જો અપાયેલ હતો. અર્થાત ભારતના કાયદાઓ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પાડવા માટે રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે. રાજ્ય રક્ષા, વિદેશ નીતિ અને સંદેશા વ્યવહાર સિવાયના કોઈપણ કાયદાનો અમલ અટકાવી શકે છે.
રાજ્યના સંબંધો ભારત સાથે ૧૯પરમાં થયેલ એક કરારથી કરાયા હતા. અનુચ્છેદ ૩પ-એને રાષ્ટ્રપતિના આદેશથી ૧૯પ૪માં ઉમેરવામાં આવ્યું હતું. જેથી એ ગેરંટી આપવામાં આવી હતી કે મહારાજાનો બહારની વ્યક્તિઓ માટેનો આદેશ ચાલુ રહેશે એવું ભંગ કરી શકાશે નહીં. જેથી અનુચ્છેદ ૩૭૦ અને અનુચ્છેદ ૩પ-એથી સ્પષ્ટ છે કે કાશ્મીર ભારત સાથે સંપૂર્ણપણે જોડાયેલ નથી. જેના લીધે જ સંવેદનાઓ ભડકે છે જે સંવેદનાઓ ભાજપ, સંઘ અને રાષ્ટ્રવાદીઓની છે. મુખ્યમંત્રી મુફતીએ પણ અનુચ્છેદ ૩પ-એ સાથે છેડછાડ સામે વિરોધ નોંધાવ્યો છે. આ અનુચ્છેદને સુપ્રીમકોર્ટમાં પડકારાયું છે જેથી એના ચુકાદાની ઘેરી અસરો પડવાની છે. રાજ્યમાં જે સરકાર સત્તામાં છે એના પક્ષે આ મુદ્દો પોતાના હાથમાં લઈ ઉકેલવો જોઈએ. મુફતીના વિચારોને શેખ અબ્દુલ્લાહે પણ સમર્થન આપ્યું છે. જો કે એમના પિતા અને ફારૂક બન્ને વચ્ચે દુશ્મનાવટ હતી. મહેબૂબાએ જણાવ્યું હતું કે, ૧૯૪૭માં ભારત સાથે જોડાણ કરતી વખતે જમ્મુ અને કાશ્મીરને વિભાજિત કરવા માટે વિરોધ થયો હતો જે વિરોધ અમુક શરતોને ધ્યાનમાં રાખી કરાયો હતો. અનુચ્છેદ ૩પ-એ મુદ્દે કાશ્મીરના અન્ય નેતાઓ પણ ચેતવણીઓ આપી રહ્યા છે. ફારૂક અબ્દુલ્લાહે પણ આના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, આ મુદ્દે વ્યાપક ચર્ચા થવી જોઈએ કારણ કે એમને ખબર છે કે આ મુદ્દો અતિસંવેદનશીલ છે. જો કે ભાજપ અને એમના પુરોગામી જનસંદાનો પણ ઉદ્દેશ્ય કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરાવવાનો હતો. સરકારે આ મુદ્દે આગળ વધતા પહેલાં કાશ્મીરના આતંકવાદ, પાકિસ્તાન અને ચીનના સમર્થનને પણ ધ્યાનમાં રાખવું પડશે.
જમ્મુ-કાશ્મીરને અનુચ્છેદ ૩૭૦ હેઠળ અપાયેલ દરજ્જાને પડકારતી
અરજી સુપ્રીમકોર્ટે દાખલ કરી કેન્દ્ર સરકારને નોટિસ મોકલી

બંધારણના અનુચ્છેદ ૩૭૦ની બંધારણીયતાને પડકારતી અરજી સુપ્રીમકોર્ટે દાખલ કરી છે. આ અનુચ્છેદથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે જેને પડકારાયું છે. અરજીમાં જણાવાયું છે કે, અનુચ્છેદ ૩૭૦માં ખામીઓ છે અને માગણી કરવામાં આવી છે કે જમ્મુ-કાશ્મીરના જુદા બંધારણને ગેરકાયદેસર જાહેર કરવું જોઈએ. સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો છે. સુપ્રીમકોર્ટમાં અરજી એવા સમયે દાખલ કરાઈ છે જ્યારે રાજકીય વર્તુળોમાં બંધારણના અનુચ્છેદ ૩પ-એ બાબત ચર્ચાઓ થઈ રહી છે. કાશ્મીરના બધા નેતાઓએ આ અનુચ્છેદને રદ કરવાથી ગંભીર પરિણામો આવશે એ પ્રકારની ચેતવણીઓ પણ આપેલ છે. ભાજપ અને સંઘ અનુચ્છેદ ૩૭૦ રદ કરવાની માગણી દાયકાઓથી કરી રહ્યા છે. જો કે અનુચ્છેદ ૩૭૦ને રદ કરવું અશક્ય છે કારણ કે આના માટે બંધારણમાં સુધારો કરવો પડે જેમાં રાજ્યની પણ મંજૂરી હોવી જોઈએ જે કયારે પણ સાંભળી શકશે નહીં. બંધારણમાં એક અન્ય અનુચ્છેદ ૩પ-એ છે જેના લીધે અનુચ્છેદ ૩૭૦ને પણ ખરૂ બળ મળે છે જે મુજબ કાશ્મીરમાં બહારની વ્યક્તિ મિલકત ખરીદી શકતી નથી. ડિસેમ્બર ર૦૧પમાં સુપ્રીમકોર્ટમાં જાહેરહિત અરજી દાખલ કરાઈ હતી જેમાં અનુચ્છેદ ૩પ-એની બંધારણીયતાને પડકારાઈ છે જેની સુનાવણી આ મહિનાના અંતમાં થવાની શકયતા છે.