(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૮
જમ્મુ-કાશ્મીરની માફક કર્ણાટક સરકારે રાજ્યના અલગ ઝંડા માટે ડિઝાઈન તૈયાર કરવા ૯ સભ્યોની એક સમિતિ બનાવી છે. જે ડિઝાઈન અને પ્રતિક નક્કી કરવાનું કામ કરશે. ત્યારબાદ તેને કાનૂની માન્યતા આપવાનું કામ થશે. રાજ્યમાં ચૂંટણી નજીક છે તેવી સ્થિતિમાં સરકારે આ કદમ ઉઠાવી વિવાદ ઊભો કર્યો છે. દરમિયાન કેન્દ્રીય મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે ભારત એક રાષ્ટ્ર છે. તેથી બે ઝંડા ન હોઈ શકે. તેથી આવી માગણીને ફગાવી દેવાઈ છે.
જ્યારે ભાજપ સરકાર એક રાષ્ટ્ર એક નિશાનની વાત કરી રહી છે ત્યારે કર્ણાટક સરકાર અલગ ઝંડાની વાત કરી નવો વિવાદ સર્જે છે. ર૦૧રમાં આ મુદ્દો ઉઠયો ત્યારે વિધાનસભામાં મંત્રી ગોવિંદ એમ.કરજોલે કહ્યું કે ફલેગ કોડ આપણને અલગ ઝંડાની મંજૂરી આપતો નથી. રાષ્ટ્રીય ધ્વજ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાનું પ્રતિક છે. અહેવાલો મુજબ કર્ણાટકની સિદ્ધરમૈયા કોંગ્રેસ સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પગલું લીધું છે. અલગ ઝંડાની માંગ પહેલેથી ઉઠી છે જેને ફગાવી દેવાઈ છે.