અમદાવાદ, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા જામનગર, દ્વારકા અને ચોટીલા આવેલા વડાપ્રધાનનું જામનગર એરફોર્સ અને દ્વારકા હેલીપેડ તેમજ ચોટીલા હેલીપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા યાત્રાધામના વિકાસ માટેનો અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ એવો ઓખા-બેટદ્વારકાને જોડતા સમુદ્ર પર નિર્માણ થનાર ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના કાર્યનો શિલાયાન્સ કરવા તથા ભગવાન દ્વારકાધિશના પૂજન અર્ચન દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા જામનગર એરફોર્સ ખાતે વાયુસેના ખાસ વિમાનમાં આજે સવારે પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રીનું એરફોર્સ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિતના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જ્યારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે બનનાર સિગ્નેચર પૂલના ખાતમુહૂર્ત પ્રસંગે દ્વારકા ખાતે પધારેલ વડાપ્રધાનનું હેલીપેડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહિતના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ભૂમિપૂજન સમારોહ તથા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગના છ માર્ગીકરણના તેમજ રાજકોટ-મોરબી રાજ્યધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન અને સુરસાગર ડેરીના ઓટોમેટિક દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા સાથે સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજના લોકાર્પણ જેવા વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવા ચોટીલા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત-સન્માન કર્યું હતું.
Recent Comments