જામનગર, તા.૩૦
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રે પણ જિલ્લામાં ભૂકંપના બે હળવા આંચકા આવ્યા હતા. જો કે તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાની પણ થવા પામી ન હતી. જામનગર થી ૨૮ કિ.મી. દૂર રાત્રે ભૂકંપના બે આંચકા આવ્યા હતા.જામનગર ભૂકંપ સંભવિત ઝોન-૪માં આવે છે, અને અહી અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકાઓનો અનુભવ લોકો કરતા પણ રહે છે, એવામાં શહેરમાં આવેલ સૈન્ય દ્વારા જયારે બોમ્બબાર્ડીંગની પ્રેક્ટીસ ચાલતી હોય ત્યારે પણ ધરા ધ્રુજી ઉઠી તો લોકો ભૂકંપ આવ્યાનું પણ અનુમાન કરતા હોય છે, એવામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત સામાન્ય આંચકાઓથી જામનગરની ધરતી રાત્રીના ફરી ધ્રુજી ઉઠી છે, ૧૧ઃ૦૪ મીનીટે ૨.૩ ની તીવ્રતાનો નોંધાયો જેનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૮ કિલોમીટર દુર હોવાનું જયારે બીજો આંચકો ૧૧ઃ૦૯ મીનીટે નોંધાયો જેની તીવ્રતા ૨.૫ ની નોંધાઈ છે, અને કેન્દ્રબિંદુ જામનગરથી ૨૭ કિલોમીટર દુર નોંધાયું છે, જો કે સામાન્ય આંચકાઓનેકારણે અન્ય કોઈ નુકશાની નથી થઇ પરંતુ લોકોમાં ભય પેસી ગયો હતો, જો કે તંત્ર દ્વારા આ પૂર્વે કરવામાં આવેલ સાવચેતીના પગલા લઇ લોકોએ ભયમુક્ત રહેવું જોઈએ. આમ જામનગર જિલ્લાના ચોક્કસ વિસ્તારમાં જ અનુભવાતા ભૂકંપના આંચકાનો સીલસીલો યથવાત રહ્યો હતો.