(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૩૧
સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગારની બદી સામે કાર્યવાહીના ભાગરૂપે વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પીએસઆઈ જે.બી. કરમુર અને સ્ટાફે ડેરવાણ ગામે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં સંજયભાઈ રામભાઈ બકોત્રા સહિત ૧૧ શખ્સોને રૂા.ર૬પ૧૦ની સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સુમિત ગોવિંદભાઈ અને સ્ટાફે કણઝાધાર નજીક જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં રૂા.પર૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માણાવદર પોલીસે ગણા ગામે જુગાર અંગે દરોડો પાડતાં દિલીપભાઈ નાથાભાઈ હેરભા તથા વજુભાઈ નાથાભાઈ હેરભાનાં હવાલાની કબજા ભોગવટાની વાડીનાં મકાનમાંથી જુગાર રમતાં ૯ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ ઉપરથી રોકડ રૂા.પ૦,૮૮૦, મોબાઈલ ફોન-૯, મોટરસાયકલ-૪ વગેરે મળી કુલ રૂા.૧,પ૬,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ ઉપરાંત બાંટવાનાં પોલીસ કોન્સ્ટેબલ સંજય જીણાભાઈ અને સ્ટાફે ભીતાણા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જયભાઈ ચાવડા સહિત ૪ શખ્સોને રૂા.ર૬૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત બાંટવા પોલીસ સ્ટેશનનાં પ્રકાશભાઈ રાજાભાઈ અને સ્ટાફે બાંટવાનાં બુરી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને રૂા.૬૩૭૦ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માળિયા હાટીનાં પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અમીત કરશનભાઈ અને સ્ટાફે જુથળ ગામે જુગાર અંગે દરોડો પાડતાં રમેશગીરી જીવનગીરી સહિત ૬ શખ્સોને રૂા.૩૬પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢમાં ગિરીરાજ મેઈન રોડ ઉપર આવેલ અક્ષર રેસીડેન્સી એપાર્ટમેન્ટ-બીનાં પહેલાં માળે દરોડો પાડતાં દિવ્યેશ વિનોદભાઈ જાદવ સહિત વગેરેને જુગાર રમતાં કુલ રૂા.૧,પર,૮૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટાફ પંચેશ્વર વિસ્તારમાં વર્ધમાન ગેરેજવાળી ગલી નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં દિલીપભાઈ અરજણભાઈ પરમાર સહિત ૧રને કુલ રૂા.૧૭,૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.