જામનગર, તા.૧૩
જાણીતા આહિર અગ્રણી અને વી.એચ.કનારાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ટેલિફોનિક વાતચીતમાં રાજીનામું આપવા સંબંધે વી.એચ.કનારાએ હાલની તકે વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આહિર આગેવાનના રાજીનામાને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. વર્ષો સુધી વી.એચ.કનારા કોંગ્રેસમાં રહ્યા હતા. એક વખત કે, જ્યારે ભાણવડની વિધાનસભા બેઠકનું અસ્તિત્વ હતું ત્યારે તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને એ સમયે તેઓ પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન હતા. આજે એમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. આજે સવારે જ્યારે વી.એચ.કનારા સાથે રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવતા એમણે કહ્યું હતું કે, મે મારૂ રાજીનામું મોકલી દીધું છે. ભાવી રણનીતિ અંગે હાલ કંઇ કહેવાનો એમણે ઇનકાર કર્યો હતો.