(એજન્સી) તા.૨૫
મહારાષ્ટ્રમાં રાજકીય ઉલટફેર એટલું ઝડપી થયું કે, નેશનલ બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીને પણ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના શપથગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું નહોતું. તમને જણાવી દઈએ કે મુંબઈ સ્થિત રાજભવનમાં શનિવારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સમાચાર એજન્સી એએનઆઈએ ૮ વાગ્યે આ અહેવાલ બ્રેક કર્યા હતા.
પ્રસાર ભારતીના અધિકારીઓએ કહ્યું કે ડીડી ન્યૂઝને સમારોહ વિશે માહિતી પણ આપી ન હતી. તમને જણાવી દઈએ કેે, ડીડી ન્યૂઝ અત્યાર સુધી તમામ સરકારી સમારોહને કવર કરતું રહ્યું છે. એક જાણીતા અખબાર ઈકોનોમિક ટાઈમ્સે જાણ થઈ કે ન તો ડીડીના મુંબઈ ન્યૂઝ યુનિટને સમારોહ વિશે માહિતી મળી ન તો મુંબઈના દુરદર્શન કેન્દ્રને.
ઓલ ઈન્ડિયા રેડિયોને છેલ્લી ઘડીએ તેની માહિતી મળી કેમ કે તેના પત્રકાર ફડણવીસના કાર્યાલયના સંપર્કમાં હતા. પબ્લિક બ્રોડકાસ્ટર પ્રોગ્રામ ગાઈડલાઈન અનુસાર એવા ૧૨ પ્રકારના કાર્યક્રમ છે જેને દુરદર્શન દ્વારા કરવા કરવામાં આવવા જોઈએ. રાષ્ટ્રીય સમારોહ જેવા કે સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ, કેબિનેટ શપથગ્રહણ, ચીફ જસ્ટિસનું શપથગ્રહણ, રાષ્ટ્રપતિનું સંબોધન ડીડી દ્વારા કવર કરવામાં આવે છે. સ્ટેટ ઈવેન્ટ તરીકે રાજ્ય કેબિનેટનું શપથગ્રહણ, રાજ્યપાલોનું શપથગ્રહણ, હાઇકોર્ટના ચીફ જસ્ટિસનું શપથગ્રહણ, રાજ્યપાલ દ્વારા સંબોધિત ધારાસભ્યોનું જોઇન્ટ સેશન અને સીએમની રાહત મુલાકાત કવર કરાય છે.