Ahmedabad

રાફેલ એરક્રાફ્ટ સોદામાં દેશની પ્રજાના રૂા.૪૧,ર૦પ કરોડ નાણાનું જંગી નુકસાન થયું

અમદાવાદ, તા.રપ
કેન્દ્રની મોદી સરકારે ૩૬ રાફેલ વિમાન ખરીદી સોદામાં મોટા ગોટાળા કરી દેશને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. દેશની જ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને અવગણીને ૩૬ હજાર કરોડ રૂપિયાનો ઓફસેટ કોન્ટ્રાક્ટ સંરક્ષણ ઉત્પાદનનો અનુભવ ન ધરાવતી ખાનગી કંપનીને સોંપ્યો છે. આ સોદાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાફેલ વિમાન ખરીદીમાં ગોટાળાના એક પછી એક સત્ય ઉજાગર થઈ રહ્યા છે તેવા સમયે જ ચાર વર્ષની નિષ્ફળ કેન્દ્ર સરકાર, નિરાશ ભાજપ દેશહિત અને દેશ સલામતી સાથે છેતરપિંડી સાથે રમત રમી રહી છે. કેન્દ્રની મોદી સરકાર રાફેલ વિમાનમાં કરેલા મોટા ગોટાળાને રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ર૦ જુલાઈ ર૦૧૮ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં “રાફેલ ડીલ” ખરીદ કિંમત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલ ઘણા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ઉલટાનું સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે લોકસભામાં જૂઠું બોલીને દેશની પ્રજાને ગુમરાહ કરી હતી. દેશના જાહેર સાહસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હિતને નુકસાન કરી બલિદાન લેવામાં આવ્યું છે. રાફેલની કિંમતમાં ફેરફારના કારણે ૪૧,ર૦પ કરોડના જનતાના નાણાંનુ નુકસાન થયું છે. આઘાતજનક એ છે ડાસોલ્ટ એવિએશને વર્ષ ર૦૧પમાં ઈજિપ્ત અને કતારને ર૪-ર૪ એરક્રાફ્ટ એક એરક્રાફ્ટના ૧૩૧૯.૮૦ કરોડની કિંમતે ર૪-ર૪ એરક્રાફ્ટનું વેચાણ કરેલ તો પછી વડાપ્રધાન મોદીએ ૧૦ એપ્રિલ, ર૦૧પ કરેલ જાહેરાત મુજબ એક રાફેલ એરક્રાફ્ટના ૧૬૭૦.૭૦ કરોડની ચૂકવણી ભારત શા માટે કરે ? ઈજિપ્ત અને કતારની ખરીદ કિંમત સાથે ભારતે રાફેલ એરક્રાફ્ટ માટે વધારાના પ્રતિ એરક્રાફ્ટ ૩પ૦.૯૦ કરોડ એટલે કે ૩૬ એરક્રાફ્ટ માટે ૧ર,૬૩ર કરોડ વધુ ચૂકવણી શા માટે કરી ? વિદેશ સચિવે ૮ એપ્રિલ, ર૦૧પના રોજ રાફેલ એરક્રાફ્ટ ખરીદી દરખાસ્ત વડાપ્રધાનની ફ્રાન્સ યાત્રાના બે દિવસ બાદ નકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને જણાવે કે, ૪૮ કલાકમાં એવું તો શું રંધાયું કે ૪૮ કલાક વચ્ચે ૮થી ૧૦ એપ્રિલ કે જેમાં ૩૬ રાફેલ એરક્રાફ્ટ ખરીદાયા ? રિલાયન્સ કંપનીની વેબસાઈટ િ.ૈહકટ્ઠિ પર દર્શાવેલ છે કે ડાસોલ્ટ એવિએશનના ૩૬ રાફેલ એરક્રાફ્ટ માટે ૩૦,૦૦૦ કરોડનો ઓફસેટ મેળવેલ છે. શા માટે મોદી સરકાર આવા દાવાને અવગણી રહી છે ? શું એ સત્ય નથી એચએએલ એકમાત્ર ભારતીય કંપની કે જેને વર્ષોનો અનુભવ ફાઈટર એરક્રાફ્ટનો છે અને ખાનગી કંપની કે જેને સંરક્ષણ ઉત્પાદનનો શૂન્ય અનુભવ છે તેની તરફેણમાં ભારતની સરકારની અનુભવી કંપનીએ અવગણવામાં આવી ? મોદી સરકાર અને સંરક્ષણ મંત્રી રાફેલ એરક્રાફ્ટની કિંમત જાહેર ન કરવા બાબતે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ડાસોલ્ટ એવિએશનને વાર્ષિક અહેવાલ ર૦૧૬ના ભારત, ઈજિપ્ત અને કતારના રાફેલ એરક્રાફ્ટની કિંમત જાહેર કરી છે. તો શા માટે મોદી સરકાર કિંમત જાહેર કરવાનું નકારી રહી છે ? સંરક્ષણ મંત્રીએ રફેલ એરક્રાફ્ટની કિંમત બાબતે ૧૯ માર્ચ ર૦૧૮ના રોજ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્ન ક્રમાંક રપ૭૪ના જવાબમાં એરક્રાફ્ટની કિંમત આશરે ૬૭૦ કરોડની છે. ડાસોલ્ટ એવિએશનના વાર્ષિક અહેવાલ ર૦૧૬ના હકીકતમાં એક એરક્રાફ્ટની કિંમત ૧૬૭૦ કરોડ જણાવેલ છે. શા માટે સંરક્ષણ મંત્રી આજે જૂઠું બોલી રહ્યા છે ? ૮ માર્ચ, ર૦૧૮ ફ્રેંચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જાણીતી ચેનલને જણાવેલ કે, મોદી સરકાર જો ઈચ્છે તો તેઓ માહિતી જાહેર કરી શકે છે. શા માટે મોદી સરકાર ખરીદ કિંમત જાહેર કરતી નથી ? બે દેશ વચ્ચેના કરારમાં ટેકનિકલ અને કંપનીની જે નિષ્ણાતતા પૂરતો જ સીમિત છે. કેન્દ્રની યુપીએ કોંગ્રેસ સરકાર ભૂતકાળમાં સંરક્ષણ સોદામાં સંપૂર્ણપણે માહિતી જાહેર કરી હતી. રાષ્ટ્રભક્તિના નામે સત્ય છુપાવનાર ભાજપ સરકાર સ્વચ્છતાના દેખાવ હેઠળ રાષ્ટ્રીય હિત અને સરકારી જાહેર સાહસને નુકસાન કરી પોતાના પુંજીપતિ-ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડી રહ્યા છે.