સુરત તા.૧૫
સુરત શહેરના વરાછા એલ.એચ.રોડ ઇશ્વરકૃપા સોસાયટીમાં કેતનભાઇ અતુલભાઇ રાજધરા શકિત જવેલર્સ નામની દુકાન ધરાવે છે. સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ફર્નિચર , એસી , કોમ્પ્યુટર , વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયો હતો. આગને કારણે કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. જા કે જવેલર્સની દુકાનમાં ફાયર શેફટીના સાધનો ન હોવાનું સામે આવતા ફાયર બ્રિગેડ દ્વારા તેને નોટીશ પાઠવવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.