International

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : એકનું મોત,૨૦ ઇજાગ્રસ્ત

ટોકિયો,તા.૬
જાપાનના ઉત્તરીય દ્વીપ હોક્કાઇડોમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે એકનું મોત થયું છે અને ર૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હોક્કાઇડોમાં ભૂકંપ બાદ ભૂસ્ખલનથી કેટલાંય ઘર ધરાશાયી થઇ ગયાં હતાં અને કેટલાંય ઘરને નુકસાન પહોંચ્યું હતું. ર૦થી વધુ લોકો લાપતા થયા છે. અમેરિકાના જિયો સાયન્ટિફિક સર્વેક્ષણના અહેવાલ અનુસાર ભૂકંપનું એપી સેન્ટર હોક્કાઇડોના મુખ્ય શહેર સપ્પોરોથી ૬૮ કિ.મી. દૂર દક્ષિણ- પૂર્વમાં હતું. ભૂકંપ બાદ કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. અહેવાલ અનુસાર ઉત્સમી શહેરની નજીક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ ૧૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોક્કાઇડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ છે. ભૂકંપથી હોક્કાઇડો અને ન્યુચિટોસ એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અહેવાલો અનુસાર આ બંને એરપોર્ટની સેેવાઓ આજે સ્થગિત કરી દેવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા ચાલુ રહેવાથી લોકોમાં ભારે ફફડાટ પ્રવર્તી રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.