(એજન્સી) ટોકિયો,તા.૨૬
જાપાનના વડા પ્રધાન શિંન્જો આબેનો પ્રચંડ ચૂંટણી વિજય રવિવારે થયો હતો પરંતુ ચૂંટણી બાદ આસાહી અખબાર દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર અડધા ભાગના લોકો ઇચ્છતા નથી કે શીન્જો આબે વડાપ્રધાન પદે જારી રહે.
એવું જણાય છે કે ચૂંટણી વિજયે આબેના પ્રશાસનનું રેટિંગ વધારી દીધું છે પરંતુ આબેનું સ્વયંનું રેટિંગ વધ્યું નથી. ૨૩-૨૪ ઓક્ટો.ના રોજ હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ અગાઉ મધ્ય ઓક્ટોબરમાં હાથ ધરાયેલા સર્વેમાં આબે વહીવટી તંત્ર માટે જનસમર્થન અગાઉ ૩૮ ટકા હતું કે હવે વધીને ૪૨ ટકા થયું પરંતુ ૪૭ ટકા લોકો આબે વડાપ્રધાન તરીકે ચાલુ રહે એવું ઇચ્છતા નથી. આબે સપ્ટે.૨૦૧૮ સુધી વડાપ્રધાન તરીકે ચાલુ રહેનાર છે અને ત્યારબાદ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે સપ્ટે. ૨૦૧૮માં તેમનો કાર્યકાળ પૂરો થાય છે અને એલડીપીના નેતા માટે નવેસરથી મતદાન થાય એવું ઇચ્છે છે.
આસાહીના સર્વેમાં ૫૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે શાસક પક્ષે જે બેઠકો જીતી છે તેની સંખ્યા ઘણી બધી છે જ્યારે ૩૨ ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ સંખ્યા સારી છે. ૫૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આબેની નીતિથી ચિંતિત છે. યોમિઉરી અખબારના સર્વેક્ષણમાં એવું જણાવાયું હતું કે આબેના પ્રશાસનનું રેટિંગ અગાઉના વર્ષે ૪૧ ટકા હતું તે વધીને હવે ૫૨ ટકા થયું છે.
જાપાનમાં આબે ચૂંટણી જીતવા છતાં ઘણા લોકો તેમને વડાપ્રધાન તરીકે ઇચ્છતા નથી

Recent Comments