(એજન્સી) મિહારા(હિરોશિમા), તા. ૯
જાપાન સરકારે કહ્યું છે કે સતત વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થયા છે. વડાપ્રધાન શિંજો આબેએ આપત્તિના આ સ્થિતિને ’સમય સાથે જંગ’ જણાવી કહ્યું કે દરેક ક્ષણે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ભારે વરસાદની વચ્ચે આજે ક્યુશુ અને શિકોકૂ ટાપુ પર આપત્તિ ચેતવણી જાહેર કરાઇ છે. મુખ્ય કેબિનેટ સેક્રેટરી યોશિદી સુગાએ સોમવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ૮૭ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી અન્ય ૧૩ લોકો લાપતા છે. તેમણે કહ્યું કે ૧૦૦થી વધુ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે આશરે ૪૦ જેટલા હેલિકોપ્ટર બચાવકાર્યમાં જોડાયા છે. પશ્ચિમ જાપાનમાં વરસાદથી સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આ ઉપરાંત કેટલાક ગામ ડૂબી ગયા છે, જ્યાં કેટલાક લોકોએ પોતાની ઘરની છત પર આસરો લીધો છે.
ટોક્યોથી ૬૦૦ કિ.મી. દૂર માટોયામામાં ૨૪ ક્લાકમાં વિક્રમી ૨૩ ઈંચ વરસાદ થયો છે. અનેક જગ્યાએ પૂલ અને રસ્તા ધોવાઈ ગયા છે. હવામાન વિભાગે ઈતિહાસના સૌથી ભીષણ વરસાદની ચેતવણી આપી છે. ૫૦ લાખથી વધુ લોકોને સલામત સ્થળે જવા સલાહ અપાઈ છે. હિરોશિમા અને ક્યોટો શહેરને સૌથી વધુ અસર થઈ છે. કેટલીક જગ્યાએ તો પાણીનું જળસ્તર લગભગ ૫ મીટર સુધી વધ્યું છે. આ કારણે રાહત કાર્યોમાં અવરોધો આવી રહ્યા છે. અનેક લોકો મકાનોની છત પર ફસાયા છે. તેમને એરલીફ્ટ કરી બચાવાઇ રહ્યા છે ટોક્યોથી ૬૦૦ કિ.મી. દૂર માટોયામામાં ૨૪ ક્લાકમાં વિક્રમી ૨૩ ઈંચ વરસાદ થયો છે. અનેક જગ્યાએ પૂલ અને રસ્તા ધોવાઈ ગયા છે. હવામાન વિભાગે ઈતિહાસના સૌથી ભિષણ વરસાદની ચેતવણી અપાઈ છે. ૫૦ લાખથી વધુ લોકોને સલામત સ્થળે જવા સલાહ અપાઈ છે. હિરોશિમા અને ક્યોટો શહેરને સૌથી વધુ અસર થઈ છે. કેટલીક જગ્યાએ તો પાણી લગભગ ૫ મીટર સુધી વધી ગયું છે. આ કારણે રાહત કાર્યોમાં અવરોધો આવી રહ્યા છે. અનેક લોકો મકાનોની છત પર ફસાયા છે. તેમને એરલીફ્ટ કરી બચાવાઇ રહ્યા છે.