(એજન્સી) તા.૩૦
જાપાનના નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાનીઓએ યોશિનોરી ઓહસુમીનો મત છે કે રમઝાન મહિના દરમિયાન રોઝા રાખવાથી શરીરના કેન્સર સાથે લડી શકાય છે. યોશિનોરી ઓહસુમીએ માનવ શરીરની કોશિકાઓ પર એક સ્ટડી કરી હતી. તેમણે પોતાના અભ્યાસમાં શરીરની એ કોશિકાઓની શોધ કરી છે જે શરીરના ઝેરીલા તત્વોને ખતમ કરીને તેનું સમારકામ કરે છે. ખરેખર તો ઓટોફેજી શરીરમાં એક પ્રકારનું રિસાઇકલિંગ પ્રોગ્રામ છે જે શરીર માટે ખૂબ જ જરુરી પ્રક્રિયા છે. ઓટોફેજીની પ્રક્રિયામાં શરીરને કેન્સર વાયરસ સહિત જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસથી લડવામાં મદદ મળે છે અને સાથે જ શરીરમાંથી તમામ પ્રકારના વાયરસને રિસાઇકલ કરવામાં મદદ મળે છે. પોતાના અભ્યાસને જાહેર કરવા દરમિયાન યોશિનોરી ઓહસુમીને કોઇએ સવાલ કર્યો હતો કે કેન્સરથી લડવા માટે ઓટોફેજી માટે કયો સમય યોગ્ય છે ? જવાબમાં ઓહસુમીએ કહ્યું કે શરીરથી કેન્સરના વાયરસને સંપૂર્ણ રીતે મિટાવી દેવા માટે દર વર્ષે લગભગ રપથી ર૮ દિવસ સુધી ૮થી ૧૪ કલાક સુધી ભૂખ્યા રહેવાની જરુર હોય છે અને દુનિયાભરમાં મુસ્લિમો દર વર્ષે ર૯થી ૩૦ દિવસ સુધી એક મહિનાના રોઝા રાખે છે. રમઝાન દરમિયાન રોઝા રાખવા એ ઓટોફેજીની પ્રક્રિયા માટે આદર્શ સમય છે જે કેન્સર વાયરસથી લડવામાં ભરપૂર મદદ કરે છે. શું આ આશ્ચર્યજનક નથી કે ઇસ્લામ ધર્મ કેટલો સારો છે ? ઇબાદતમાં પણ ખુદા આપણને ઘાતક રોગ અને અનેક વસ્તુઓથી બચાવી રહ્યો છે. જાપાની વિજ્ઞાની યોશિનોરી ઓહસુમીએ કહ્યું હતું કે મુસ્લિમોનો રોઝો એક આદર્શ છે જે આ પ્રક્રિયા માટે પણ મદદરુપ થાય છે. આ વાસ્તવમાં ખરેખર પ્રેરણાદાયક છે કે રમઝાનનો મહિનો કેટલો ચમત્કારી છે જે તમામ ઇનામોને બમણો કરે છે અને સાથે જ તમામ પ્રકારની બુરાઇ અને બીમારોથી બચાવતો રહે છે.