(એજન્સી) ટોકિટો, તા.૬
જાપાનમાં એક યુવા પત્રકારનું જુલાઈ ર૦૧૩માં ૧પ૯ કલાકનો ઓવરટાઈમ કરવા બદલ મોત થયું હતું. જેના પગલે જાપાનની પબ્લિક બ્રોડકાસ્ટરે કામના કલાકોમાં સુધારાઓ કરવા નિશ્ચિય લીધો છે. ટોકિયોમાં રાજકારણ બાબતના પત્રકાર મીવા સાદો (ઉ.વ.૩૧)એ મહિનામાં ૧પ૯ કલાક ઓવરટાઈમ કર્યો હતો. જેના લીધે તેને હાર્ટઅટેક આવ્યો હતો. જાપાનીઝ સત્તાધીશોએ ગત વર્ષે આ અંગે જણાવ્યું હતું કે, તેનું મોત વધુ પડતો ઓવરટાઈમ કરવા બદલ થયું હતું. તેની મહિનામાં બે દિવસ જ રજા રાખી હતી. સાદોના પરિવારજનોએ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેવા માટે દબાણ કરતાં એનએચકેએ અંતે ચાર વર્ષ બાદ કેસ બનાવ્યો હતો. આ કેસ પુનઃ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કારોશીનું પણ ઓવરટાઈમ કરવા બદલ મૃત્યુ થયું હતું. દેશમાં કામના કલાકો વધુ હોવાથી આ ઘટના બની રહી છે તેથી એનએચકેએ તેની વિરૂદ્ધ અભિયાન છેડ્યું હતું. એનએચકેના ચીફે કામની સ્થિતિમાં બદલાવ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધ્યક્ષ રિયૌચી ઓયદાએ જણાવ્યું કે, અમે દિલગીર છીએ કે અમે અમારો ઉમદો પત્રકાર ગુમાવ્યો. અમે આ બાબતને ગંભીરતાથી લઈ કામ સંબંધિત મામલે બદલાવ કરી રહ્યા છીએ.