ત્રિનિદાદ, તા.૨ર
વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરને ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના સાતમાં વાર્ષિક સીડબ્લ્યુઆઈ એવોર્ડ સમારોહમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ડીઆન્ડ્રા ડોટિનને મહિલા વર્ગની સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી છે.
સીડબ્લ્યુઆઇ વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર્સ એસોસિએશન (ડબ્લ્યુઆઇપીએ)ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરે છે. જેસન હોલ્ડરને વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટેસ્ટ કેપ્ટન જેસન હોલ્ડરે ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ માટે ૩૩૬ રન બનાવવાની સાથે ૩૩ વિકેટ પણ લીધી હતી. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર કરવામાં આવેલ ટ્વીટમાં વિજેતાઓના નામની જાણકારી આપવામાં આવી છે. શાઈ હોપને વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય વનડે પ્લેયર તરીકે પસંદ કર્યા છે, જ્યારે બોલર કિમો પોલને વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શાઈ હોપે વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રનોનો વરસાદ કર્યો હતો. તેમને છેલ્લા વર્ષે વનડે ફ્રોમેટમાં ૮૭૫ રન બનાવ્યા જ્યારે કિમો પોલે ટી-૨૦ ફોર્મેટમાં ૧૨૪ રન બનાવવાની સાથે ૧૭ વિકેટ પણ લીધી હતી.
ઝડપી બોલર ઓશીન થોમસને વર્ષના સર્વશ્રેષ્ઠ ઉભરતા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા જયારે ડીઆન્ડ્રા ડોટિનને વર્ષની સર્વશ્રેષ્ઠ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય વનડે પ્લેયર તરીકે પસંદ કરવામાં આવી છે.
જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરથી સન્માનિત કરાયો

Recent Comments