(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
રાજસ્થાનમાં ભાજપના મંત્રી જસવંત સિંહે ફરીવાર વિવાદ છેડતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ગણાવ્યા છે. કટ્ટરવાદી સંગઠનો અંગે તાજેતરના મમતા બેનરજીના નિવેદનનો જવાબ આપતા રાજસ્થાનના શ્રમ મંત્રી યાદવે કહ્યું કે, ‘ કોઇની પાસે કોઇ જાણકારી ન હોય, અથવા દેશ માટે પ્રેમ ન હોય, ત્યારે મમતા બેનરજીનું આનાથી વધુ શરમજનક નિવેદન શું હોઇ શકે કે, ‘તમામ હિંદુ સંગઠનો કટ્ટરવાદી છે. તેઓ શા માટે હિંદુ ધર્મ છોડી દેતા નથી ? મમતા બેનરજીની માનસિક સ્થિતિ સારી નથી.’ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ગાય અમારી માતા તથા આસ્થા છે. ગૌ તસ્કરી અને ગૌહત્યા બંધ નહીં થાય તો બહુમતી સમાજ તને સાંખી લેશે નહીં. જો ગૌતસ્કરી અને ગૌહત્યા પર રોક નહીં લાગે તો તેની વિરૂદ્ધ મોટો નિર્ણય લેવાનું જરૂરી થઇ પડશે.
૨૧મી જુલાઇ મમતા બેનરજીએ કોલકાતા ખાતે તૃણમુલ કોંગ્રેસની વાર્ષિક મેગા રેલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘સમગ્ર ભારતમાં લિન્ચિંગે પોતાનું સ્થાન જમાવ્યું છે, તેઓ લોકોને તાલિબાની બનાવી રહ્યા છે અને લોકોને કટ્ટરવાદ તરફ ઢસડી રહ્યા છે.’ તેમણે એવો પણ આરોપ મુક્યો હતો કે, ભાજપ અને આરએસએસના કેટલાક સભ્યો ધર્મના નામે ગંદી રમત રમી રહ્યા છે. હિંસા અને લિન્ચિંગને સમર્થન નહીં કરવાનું કહેતા યાદવે જણાવ્યું કે, ધાર્મિક ભાવનાઓ દુભાવવાને દૂર કરવા લોકો દ્વારા ચેતવણી આપવી જોઇએ.‘ અમે હજુ પણ કહી રહ્યા છીએ કે, લોકો કાયદો પોતાના હાથમાં લે છે અને અને કોઇને મારે છે તે ગેરકાયદે અને ખોટું છે પણ ગાય હિંદુઓ માટે પ્રતીક છે અને આ ગેરકાયદે ધંધો બંધ નહીં થાય તો આવી પ્રતિક્રિયા ચાલુ રહેશે. યાદવે અલવર લિન્ચિંગની ઘટના અંગે વધુમાં જણાવ્યું કે કોઇપણ સરકાર કે સંગઠન તેનો અંત લાવી શકશે નહીં.