ચંદીગઢ, તા. ૨૫
હરિયાણામાં જાટ આંદોલનને લઇ રાજકારણ અને આક્રોશ ફરી એકવાર ઘર્ષણ તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે. આ ઘર્ષણ રાજ્યના ૧૩ જિલ્લાઓની જનતા વચ્ચે મુશ્કેલીનું કારણ બનતું જાય છે. ૨૬મી નવેમ્બરના રોજ અનામતની માગ કરી રહેલા જોટોની રેલી પ્રસ્તાવિત છે. જ્યારે અનામતના વિરોધમાં સત્તાપક્ષ ભાજપના સાંસદ હાલ રેલી કરવા જઇ રહ્યા છે. જેના પગલે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી હરિયાણા સરકારે ૧૩ જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ રદ કરી દીધી છે. જાટોનો અનામતનો વિરોધ કરી રહેલા ભાજપના સાંસદ રાજકુમાર સૈનીએ જીંદમાં સમાનતા મહા સંમેલનની જાહેરાત કરી છે. જ્યારે ઓલ ઇન્ડિયા જાટ અનામત સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ યશપાલ મલિકે આજ દિવસે રોહતક જિલ્લાના જસ્સિયામાં રેલીનું આયોજન કર્યું છેે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ જીંદ. હાંસી, ભિવાની, હિસાર. ફતેહાબાદ, કરનાલ, પાણીપત, કૈથલ, રોહતક, સોનીપત, ઝઝ્ઝર, ભિવાની અને ચરખી દાદરી જિલ્લાના વિસ્તારોમાં વોઇસ કોલને બાદ કરતા મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધ ૨૬મી નવેમ્બરની મધ્યરાત્રી સુધી અમલમાં રહેશે. આદેશમાં જણાવાયું છે કે, રાજ્યના જિલ્લાના અધિકાર ક્ષેત્રમાં શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઇ પણ પ્રકારની ખલેલથી બચવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યા છે. ત્રણ દિવસ માટે આ આદેશ બહાર પડાયા છે. આ પહેલા ગુરમીત રામરહીમને દોષિત ઠેરવાયા બાદ ડેરા સમર્થકોને પંચકુલામાં જોરદાર હિંસા કરી હતી. હિંસામાં ઘણા લોકોના મોત થયા હતા જ્યારે સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડાયું હતું. એટલે સુધી કે, મીડિયા કર્મીઓ અને મીડિયાના વાહનોને પણ ફૂંકી મારવામાં આવ્યા હતા.ઘટનાઓને પગલે હરિયાણા સરકારની ઘણી ટીકા થઇ હતી. આ પહેલા ૨૦૧૬માં પણ જાટોનું આંદોલન હિંસક થયું હતું જેનાથી તકેદારીના પગલાં રૂપે સરકારે આ નિર્ણય લીધો છે.
જાટ અનામતની આગથી હરિયાણા સરકાર ડરી, ૧૩ જિલ્લામાં ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ

Recent Comments