ઉના, તા. ૩૧
ઉના તાલુકાના દરીયાંઇ કાંઠા વિસ્તારમાં આવેલ નવાબંદર ગામ માછીમારોનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને આ માછીમારોને બોટમાં ડિઝલ મારફતે દરીયામાં માછીમારી કરવા જતા હોય છે. પરંતુ સરકાર દ્રારા જી.એફ.સી.સી. ડેપો આવેલ હોય આ ડેપોમાં માછીમારોને અનિયમીત ડિઝલ આપવામાં આવે છે. પુરતો જથ્થો પણ ન મળતા માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોય આ બાબતે નવાબંદર ગ્રામ્ય પંચાયત સરપંચ મજીઠીયાએ જી.એફ.સી.સી. ડેપો વેરાવળને લેખિત રજૂઆત કરી છે.
નવાબંદર ગામે જી.એફ.સી.સી ડેપો દ્રારા છેલ્લા ધણા સમયથી માછીમારને ડીઝલ પુરતુ આપવામાં આવતુ ન હોય અને પુરતો જથ્થો ન હોય તેના કારણે માછીમારો અવાર નવાર ધક્કા ખાવા પડતા હોય છે. આ ડેપોના મેનેજર અન્ય ડેપો રાજપરા ગામે ચાર્જમાં હોવાથી પુરતો સમય ફાળવી શક્તા ન હોય માછીમારોને નાછૂટકે ઉના ૧૦ કિ.મી. નુ અંતર કાપી કાળા બજારનુ મોંધુ ડિઝલ ખરીદી કરવા આવવુ પડે છે. આમ સરકાર દ્રારા અપાતા ડિઝલનો જથ્થો ન મળતા વધુ ખર્ચાઓનો ભોગ બનવુ પડે છે. આ ડેપોમાં તાત્કાલીક ધોરણે તંત્ર દ્રારા નિયમીત જથ્થો આપવામાં નહી આવે તો તમામ માછીમારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.